મારો અવાજ,
ગુજરાત ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે કહ્યું છે કે જે રીતે SC અને STને 7 ટકાના અનામતના આધારે પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળે છે તે રીતે બક્ષી પંચને 10 ટકા નહી, પરંતુ 27 ટકા અનામતના આધારે મોકો મળવો જોઇએ.
એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે કહ્યુ હતું કે , વહીવટીતંત્રની બેદરકારી રહી છે અને આ બેદરકારીને સુધારી શકાય તેમ છે. આ પ્રકારની વિસંગતતા અને આ પ્રકારના સંવિધાન અધિકારને દબાવવા માટે જે પ્રયાસ રાજ્ય ચૂંટણી પંચ દ્રારા કરવામાં આવ્યો છે. તેને રાજ્ય ચૂંટણી પંચ તેને તાત્કાલિક રદ કરે.
અલ્પેશ ઠાકોરે કહ્યું કે અને 10 ટકા નહી, પરંતુ વસ્તીનો માપદંડ નક્કી કરવામાં આવે, સરવે થાય, એના રોટેશન પધ્ધતિની વાત થાય પછી 10 ટકા નહી, પરંતુ 27 ટકા અનામત મળેલી છે. જે રીતે SC અને STને 7 ટકાના અનામતના આધારે પ્રતિનિધિત્વ મળે છે, તેવીજ રીતે બક્ષી પંચને પણ મળે.
કોંગ્રેસના ધારાસભ્ય પુજાભાઇ વંશે જણાવ્યું હતુ કે મને લાગે છે કે આ પ્રથમ સ્ટેજ તરીકે રાજ્ય સરકારે જાહેરાત કરીને સામાન્ય બેઠકો કરીને ચૂંટણી લડવા માગં છે. સરકાર એ તપાસવા માગે છે કે OBC સમાજ જાગે છે કે નહી, OBC સમાજમાંથી કોઇ વિરોધ થાય છે કે કેમ. આ કરંટ સરકાર ચેક કરવા માંગે છે. જો OBC સમાજ આનો વિરોધ નહીં કરે તો સરકાર ધીમે ધીમે અનામત રદ કરી દેશે.
પુજાભાઇ વંશે કહ્યું કે મેં રાજય સરકારને બુધવારે રજૂઆત કરીને કહ્યું છે કે તમે OBC સમાજ પાસેથી અનામત છીનવવાનો પ્રયાસ કરતા નહી.