મારો અવાજ,
વડનગર શહેર ઐતિહાસિક અને પૌરાણિક નગરી તરીકે જાણીતું છે દિવસે ને દિવસે વડનગરનો વિકાસ વધતો જાય છે વડનગરમાં એક થી એક ચડિયાતા જોવાલાયક સ્થળો આવેલા છે વડનગર એક પ્રવાસન વિભાગ તરીકે જાણીતું થયું છે દેશ વિદેશની પબ્લિક વડનગરમાં પ્રવાસ અર્થે આવતી હોય છે વડનગરમાં હાટકેશ્વર મહાદેવ મંદિર , કીર્તિતોરણ, સર્મિષ્ઠા તળાવ, તાનારી જેવા ઘણા બધા સ્થળોનું ડેવલોપમેન્ટ થયું છે તેવી જ રીતે વડનગરનું રેલવે સ્ટેશનનું પણ કરોડોના ખર્ચે કામ ચાલી રહ્યું છે વડનગરનું રેલવે સ્ટેશન એક ડિજિટલ રેલ્વે સ્ટેશન બનવા જઈ રહ્યુ છૅ. વડનગર એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું માદરે વતન હોવાથી અને અને તેમની બાળપણની યાદો પણ રેલવે સ્ટેશન સાથે જોડાયેલી હોવાથી દેશ વિદેશથી લોકો વડનગરનું રેલવે સ્ટેશન જોવા આવતા હોય છે પણ રેલવે સ્ટેશન ના કામમાં મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સામાન્ય વરસાદમાં પણ રેલવે સ્ટેશન ની બાજુ સાઇડમાં કરવામાં આવેલા કામમાં કેવા મસ મોટા ગાબડાં પડી ગયા છે.શું તંત્ર દ્વારા તપાસ કરવામાં આવશે કે નહિ તે જોવાનું રહ્યું.
