મારો અવાજ,
15 ગામ આંજણા ચૌધરી સમાજની રવિવારે ઉણાદ ગામે બેઠક યોજાઇ હતી. જેમાં નવીન પ્રમુખ અને કારોબારીની રચના કરવામાં આવી હતી.લગ્ન પાછળ થતા ખોટા ખર્ચા અટકે તે માટે સમૂહ લગ્નનું આયોજન થાય તે પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમજ રાજકીય કક્ષા છે દૂર રહી સમાજને આગળ લાવવા આહવાન કરાયું હતું.
વડનગર તાલુકાના ઉણાદ ગામે યોજાયેલ કારોબારીની બેઠકમાં નવીન કારોબારીની રચના કરાઈ…
જેમાં પ્રમુખ તરીકે એન ડી ચૌધરી,(ઉણાદ), જ્યારે ઉપપ્રમુખ તરીકે હરેશભાઈ શંકરભાઈ ચૌધરી(ડાબુ), રઘજીભાઈ વિરસંગભાઈ ચૌધરી (સાગથળા), મંત્રી તરીકે ગોવિંદભાઈ પુંજાભાઈ ચૌધરી (ઉણાદ), સહમંત્રી તરીકે દેવજીભાઈ વેલજીભાઈ ચૌધરી (ગુંજા) ખજાનચી તરીકે ધિરુભાઈ રામજીભાઈ ચૌધરી (ચાડા ) ,સંગઠન મંત્રી પ્રહલાદભાઈ કાનજીભાઈ ચૌધરી (રાજપુર), આંતરિક ઓડીટર જશુભાઇ વેલજીભાઈ ચૌધરી (મલારપુર) નિમણૂક કરવામાં આવી હતી.જેને સૌએ વધાવી લીધી હતી. આ પ્રસંગે પૂર્વ પ્રમુખ રામજીભાઈ ચૌધરી એ સમાજને આગળ લાવવા અને સમાજ ઉપયોગી થવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત નવ નિયુક્ત પ્રમુખ એન.ડી ચૌધરીએ જણાવ્યું હતું કે સમાજના વડીલો અને સભ્યોએ મારા પર વિશ્વાસ રાખી મને પ્રમુખ તરીકે એને જવાબદારી આપી છે તો સમાજનો રૂણી છું. સમાજને આગળ લાવવા સંગઠનની રચના કરનારા હોદ્દેદારો ને પણ બિરદાવ્યા હતા.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સમાજની બેઠક માટે એક અલગ જગ્યા પણ હોવી જોઈએ તેના માટે આપણે પ્રયાસ કરવા પડશે. સમાજમાં કોઈ એક વ્યક્તિથી કામ થતું નથી આજની બેઠકમાં આવ્યા છે આવી એકતા આપણે બતાવી પડશે.સમાજની વાત આવે ત્યારે પક્ષા પક્ષી ભૂલી જવી જોઈએ કોઈ પક્ષની વાત ન હોવી જોઈએ .સમાજનું સારું કેવી રીતે થાય એ જ વિચારવાનું.સમાજ સ્વતંત્ર છે,સમાજના હિતમાં સારી પ્રવૃત્તિઓ કરવી પડશે અને એ માટે ખભે ખભો મિલાવીને આપણે ચાલવું પડશે.આગામી સમયમાં મહિલાઓ પણ આગળ આવે તે માટે મહિલાઓનું પણ સંમેલન યોજાય તે જરૂરી છે.
