મારો અવાજ,
ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈ પટેલ તથા અગ્રણી ઉદ્યોગપતિ આર.કે પટેલ ની ખાસ હાજરી… મહંત સ્વામી નારાયણ વલ્લભદાસજી મહારાજ ના વરદહસ્તે દીપ પ્રાગટ્ય અને આશીર્વચન…. મહેસાણા પત્રકાર એકતા પરિષદ નું જિલ્લા તથા તાલુકા સંગઠન પૂર્ણ થતાં એક જિલ્લા કક્ષાના અધિવેશન નું આયોજન જિલ્લા પ્રમુખ શ્રી રાજેશ ભાઈ યોગી તેમજ પ્રકાશ ભાઈ સોની દ્વારા આયોજન કરતા, સાકળચંદ યુનિવર્સિટી ના ટ્રસ્ટી દ્વારા પત્રકાર અધિવેશન માટે હોલ ફ્રી માં આપી,પત્રકારો ના ભોજન ની વ્યવસ્થા તેમજ ભેટ આપવામાં આવી હતી. તેમજ આર કે પટેલ અગ્રણી ઉધોગપતિ ની ખાસ ઉપસ્થિતિ, અને માર્ગદર્શન રહ્યું હતું.. કાર્યક્રમ નો પ્રારંભ મહંત સ્વામી શ્રી નારાયણ વલ્લભ દાસજી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો, આમંત્રિત મહેમાનો તેમજ પ્રદેશ સંગઠન ના અધ્યક્ષ,ઉપાધ્યક્ષ,સહિત પ્રદેશ કારોબારી ના હોદ્દેદારો,જોન ના હોદ્દેદારો,જિલ્લા પ્રમુખો, સહિત મહેસાણા જિલ્લા સમિતિ,તમામ તાલુકા સમિતિઓ ની ખાસ ઉપસ્થિતિ માં સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી ના ટ્રસ્ટી દ્વારા પત્રકારો માટે કાયમ આ દરવાજા ખુલ્લા છે,જ્યારે સહયોગ ની જરૂર પડે ત્યારે સહયોગ આપવા જાહેરાત કરી હતી,જેને ઉપસ્થિત સેંકડો પત્રકારો એ તાળીઓ ના ગડગડાટ સાથે વધાવી લીધી હતી.. શ્રી પ્રકાશભાઈ અનેક સામાજિક સંગઠનો, ટ્રસ્ટો,સંસ્થાઓ સાથે સેવાકીય કાર્યમાં જોડાયેલા છે,જેનું વર્ણન સાંભળી પત્રકારો માં ખુશી નો માહોલ છવાઇ ગયો હતો. ગાંધીનગર સ્થિત કાજલ વૈષ્ણવે તેનો ચિતાર રજૂ કરતાં સતત તાળીઓ ચાલુ રહી હતી..નવ નિયુક્ત તાલુકા ના હોદ્દેદારો ને પણ નિયુક્તિ પત્રો આપી સન્માનિત કર્યા હતા..તેમજ આર કે પટેલ દ્વારા વિસનગર સ્મશાન નો કરોડો ના ખર્ચે કરેલ વિકાસ સહિત સેવાકીય પ્રવૃત્તિ ની જાણકારી આપવામાં આવી હતી.. ગૌરાંગ પંડ્યા દ્વારા પત્રકાર એકતા પરિષદ ની સ્થાપના,ઉદ્દેશ,સંગઠન, કાર્ય પદ્ધત્તિ, લડત,અને શિસ્ત કે સંગઠન ના માળખા વિશે માર્ગદર્શન આપ્યું હતું.પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા દ્વારા,કાર્યકારી અધ્યક્ષ થી લઇ સ્વ સલીમભાઈ બાવણી નું સ્વપ્ન સાકાર કરવા સુધી કાપેલી મંજિલ નો ચિતાર આપી શિસ્ત,પ્રમાણિક,એક બીજાને મદદ ની ભાવના સાથે નું સંગઠન,પ્રદેશ,ઝોન,જિલ્લા અને તાલુકા સ્તરે કાર્યરત હોવાનુ જણાવી,૩૨ જિલ્લા અને ૨૪૦ તાલુકા કારોબારી સાથેનું સંગઠન,સરકાર સમક્ષ કરેલી રજૂઆતો,ટેબલ ટોક દ્વારા થયેલ કાર્યવાહી,તેમજ આખરી મહા અધિવેશન સુધી નું માર્ગદર્શન આપ્યું હતું,સી.આર.પાટિલ ની નિખાલસતા નો પત્રકારોને શું ફાયદો થશે તેની માહિતી આપી હતી. માત્ર ગુજરાત નહિ દેશ નહિ વિશ્વનું સૌથી મોટું પત્રકારો નું સંગઠન આજે પત્રકાર એકતા પરિષદ બની ચૂક્યું છે,ત્યારે રાજ્યની સૌથી મોટી સામાજિક સંસ્થા બની ચૂકી છે,તેના સભ્ય હોવું ગૌરવ ની વાત છે,ત્યારે હાલ સભ્ય ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે,સૌ ફોર્મ ભરી સભ્ય બનવાનું ન ચૂકે તેવી હાકલ કરી હતી, ટાંટિયા પકડનારાં ને હાથ પકડી એક બીજાને બેઠા કરવા કે મદદરૂપ થવા પરિવાર ભાવે સંગઠિત કર્યા નું ગૌરવ ગુજરાતના તમામ પત્રકારો,જિલ્લા,તાલુકા પ્રમુખો,ઝોન ની ટીમ,પ્રદેશ હોદ્દેદારો સહિત સૌનો પુરુષાર્થ સફળ થયા ના અભિનંદન પાઠવ્યા હતા.. છેલ્લે પ્રદેશ કારોબારી માં હાજર રહી શક્યા ન હોય તેવા હોદ્દેદારો ને સન્માનિત કરી,નિમણુક પત્રો આપ્યા હતા..અને મહંત સ્વામી દ્વારા છેલ્લે આશીર્વાદ આપતા સુંદર દૃષ્ટાંતો સાથે,ની વાત કરી દેશ કે રાજ્ય ની પ્રજાનો અવાજ એટલે પત્રકારત્વ,કલમ કે કેમેરા નો ધબકાર એટલે પત્રકારત્વ,વહીવટી તંત્ર હોય,શાસકો હોય,સૌને ચોકડુ નાખવાનું ભગીરથ કાર્ય કરતા પત્રકારો ખૂબ મુશ્કેલી વેઠી રહ્યા છે,છતાં નિડર પણે કામ કરી રહ્યા છે,જેને મારા અને ભગવાન શ્રી સ્વામિનારાયણ ના આશીર્વાદ હોયજ આ વાત સાથે ખૂબ ખુશી વ્યક્ત કરી હતી…તેમજ વડનગર મારો અવાજ ન્યૂઝ એમ. ડી શૈલેષભાઈ પરમારની નિમણુંક પ્રદેશ કારોબારી કરવામાં આવી હતી..
છેલ્લે આભારવિધિ જિલ્લા પ્રમુખ દ્વારા કરવામાં આવી હતી..ને સ્વરૂચી ભોજન કરતાં “અન્ન ભેળાં એના મન ભેળાં” કહેવત ને સાર્થક કરી હતી. કાર્યક્રમ ના અંતે રાજ્ય કક્ષાએ એક મહિલા સેલ ની રચના જાહેર કરી ને કાજલ વૈષ્ણવ ગાંધીનગર ને પ્રદેશ મહિલા સેલ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરી,તેમજ,ગાયત્રીબા ઝાલા ને પ્રદેશ મહિલા સેલ ઉપાધ્યક્ષ તેમજ સુરતના મીનાક્ષી મોદી ને પ્રદેશ મહિલા સેલ મહામંત્રી જાહેર કરી નિયુક્તિ પત્રો આપતા તાળીઓ ના બાદ સાથે હોલ ગુંજી ઉઠ્યો હતો..સમગ્ર કાર્યક્રમ નું સંચાલન આઇ.ટી.સેલ ના સમીર બાવાણી એ કર્યું હતુ, ફોટો ગ્રાફી જનક દલાલ, તેજેન્દ્ર સિહ રાઠોડે,તેમજ ઓમ મલેશિયા એ કર્યું હતું,સમગ્ર કાર્યક્રમ નું લાઈવ પ્રસારણ આઇ.ટી.સેલ ના હર્ષ પ્રજાપતિ એ કર્યું હતું તેમજ સાઉન્ડ સિસ્ટમ નું સંચાલન અફલાતૂન કર્યું હતું…
