મારો અવાજ,
સમી ખાતે આવેલ પ્રેમચંદભાઈ રા પરમાર (જય ભારત) હાઈસ્કૂલમાં ગુરુ પૂર્ણિમા પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાનાં વિદ્યાર્થી ઉત્સવ યોગી,વિશાલ રાઠોડ,જયદીપ દલવાડી઼એ ગુરુપૂર્ણિમા પર્વનું ભજન અને સજનબેન ઠાકોર,પરમાર દિવ્યાંગ, કાજી મહમદ શાહિદ,અમીન અજીત તથા શાળાના શિક્ષક સંજયભાઈ ઠાકોરે ગુરુ પૂર્ણિમા મહિમાં વિશે વકતવ્ય આપ્યું હતુ. આચાર્યશ્રી સંજયભાઈ પટેલે સૌ વિદ્યાર્થીઓને શુભ આશીર્વાદ પાઠવ્યા હતા
ત્યારબાદ શાળાની દીકરીઓ દ્વારા સૌ ગુરુજને કુમકુમ તિલક કરી અને સ્વાગત કર્યું હતું.
શાળા પરિવારના શિક્ષક શ્રી મહાદેવભાઇ યોગી અને સંજયભાઈ ઠાકોર દ્વારા શાળાની દીકરીઓને યુનિફોર્મ આપવામાં આવ્યા હતો. કાર્યક્રમના અંતમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ગુરુજીના ચરણસ્પર્શ કરી અને આશીર્વાદ મેળવ્યા હતા.
આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી સંજયભાઇ પટેલ,અશ્ર્વિનભાઇ કડીયા,વિપુલભાઈ પટેલ,
મહેબૂબભાઇ સિપાઇ,સાહિલકુમાર વિરતીયાા, માયાબેન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન શૈલેન્દ્રસિંહ સોઢા કર્યુ હતું.