મારો અવાજ,
અંબાજીથી આબુ રોડની નવીન રેલવે લાઈન માટે 2798 કરોડ રૂ.ની માતબર રકમની ફાળવણી..
પાટણ લોકસભાના પ્રજાવત્સલ,લોકલાડીલા અને આમજનતાના જાહેરહિતના તેમજ વ્યક્તિગત કામો સારું સતત પ્રયતનશીલ સંસદસભ્ય માનનીય ભરતસિંહજી ડાભી સાહેબની સતત લોકસભામાં રજૂઆત કરવામાં આવી હતી. ભરતસિંહ ડાભીના યથાર્થ પ્રયત્નથી ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈમોદી સાહેબની ભારતીય જનતા પાર્ટી ની સરકારે આજરોજ કેન્દ્રીય કેબિનેટની મિટિંગમાં સમગ્ર ઉત્તર ગુજરાતની લગભગ 100 વર્ષ જૂની માંગણીને પ્રાધાન્ય આપી વરેઠા(ડભોડા)થી વાયા અંબાજીથી આબુરોડની નવીન રેલ્વેલાઈન 2798 કરોડ રૂપિયાની માતબર રકમની ફાળવણી કરી મંજુર કરવામા આવેલ છે.