મારો અવાજ,
પડકાર ન્યુઝના તંત્રી અને અજાજ મીડિયા સાથે સક્રિય રીતે સંકળાયેલા આ. લક્ષ્મીકાંત પરમાર સાથે ગુજરાતના વહીવટી તંત્ર અને ગુજરાત પોલીસે જે પગલાં લીધા છે. તેને વખોડી કાઢવા અને ભારતના ચોથા સ્તંભ સમાન પત્રકારત્વને લૂણો લગાડવાના કૃત્યને મજબુતી જવાબ આપવા માટે અજાજ મીડિયા તરફ રાજયકક્ષાના સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગના કેન્દ્રીય મંત્રીશ્રી. રામદાસ અઠવલેનેઆ બાબતે સંપૂર્ણતઃ અવગત કરીને અજાજ મીડિયાની ટીમે આવેદનપત્ર આપ્યુ હતું અને સમગ્ર ઘટનાક્રમથી વાકેફ કર્યા હતાં તેમજ અજાજ મીડિયાના કાર્યો મીશન અને વીઝનથી અવગત કરાયા હતાં. અજાજ મીડિયાની નીતિરીતિથી અંત્યત પ્રભાવિત થયેલા મંત્રીશ્રીએ આ બાબતનું સંજ્ઞાન લઈને ધટતું કરવાની ખાતરી આપી હતી. જેમાં અજાજ મીડિયા ના ઉપપ્રમુખ એડ. સંદિપ જ્યોતિકર સંગઠનમંત્રી પ્રકાશ સકશેના અને અજાજ મીડિયાના જનરલ સેક્રેટરી ડો.સ્વપ્નિલ મહેતા ઉપસ્થિત રહયા હતાં.
