શ્રી નરભેરામ આશ્રમ ખાતે પ્રાત સમયથી દિવસ દરમિયાન સેવક પરિવાર ની ગુરૂ પુજન માટે ભીડ જામી..સેવક પરિવાર માટે ભવ્ય ભંડારા નું આયોજન કરવામાં આવ્યું..
મારો અવાજ,
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગુરૂપૂર્ણિમાના પાવન પર્વ ની સેવકો દ્વારા ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. પાટણ સમીપ આવેલા પ્રસિદ્ધ તીર્થધામ નોરતા મુકામે ના નરભેરામ આશ્રમ ખાતે પ.પૂ.દોલતરામ બાપુ અને પ.પૂ.વિશ્વભારતીજી નાં દશૅન પુજન માટે પ્રાત સમયના 3-00 કલાકે થીજ સેવક પરિવાર ની ભીડ જામી હતી જે દિવસ દરમિયાન રહેવા પામી હતી.સેવક પરિવાર દ્વારા યથા શક્તિ ભેટ અપૅણ કરી પ.પૂ.દોલતરામ બાપુ અને પ.પૂ.વિશ્વભારતીજી નાં ગુરૂપૂર્ણિમાના આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
શ્રી નરભેરામ આશ્રમ નોરતા મુકામે ગુરૂપૂર્ણિમાના પાવન પર્વ પ્રસંગે પધારેલા સેવક પરિવાર માટે સુંદર ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે પાટણ નાં ધારાસભ્ય ડો કિરીટ પટેલ સહિતના રાજકીય સામાજિક આગેવાનોએ ઉપસ્થિત રહી ગુરૂપુજા નો લાભ લીધો હતો. તમામ સેવક પરિવાર ને પ.પૂ.દોલતરામ બાપુ અને પ.પૂ.વિશ્વભારતીજી એ રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.
રાત્રે આયોજિત ધાર્મિક ભજન ભકિત ના કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં સેવકો ઉપસ્થિત રહ્યા હતા.
ગુરૂપૂર્ણિમાના પાવન પર્વને યાદગાર બનાવવા આશ્રમના રવીભાઈ અને તેમનાં ધમૅપત્ની સહિતના પરિવારજનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.