વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું સંધાણ વર્તામાં આગમન થતાં લોકોએ રથને આવકાર્યો હતો. રાજ્ય સરકારની 20 વર્ષની વિકાસ યાત્રા દર્શાવતી ફિલ્મ નિહાળી હતી.
મારો અવાજ,
આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજના,સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના, માતૃશક્તિ પોષણ યોજના,પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સહિતની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભોનું વિત૨ણ ક૨વામાં આવ્યું હતું.
આ ઉપરાંત આંગણવાડીમાં યોજાયેલી વાનગી સ્પર્ધા,શાળામાં યોજાયેલી નિબંધ અને ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આરોગ્ય કેમ્પ,આયુષ્યમાન કાર્ડ કાઢવાનો કેમ્પ અને કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
