મારો અવાજ,
ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિને જોઈ સરકાર દ્વારા તમામ તૈયારીઑ યુધ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. તે અંગે જાણકારી આપતા સરકારના પ્રવક્તા રાજેન્દ્ર ત્રિવેદી પ્રેસ યોજી માહિતી આપતા કહ્યું છે કે ગઇકાલે 5 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું હતું જે બાદ હવે 3 જિલ્લાનો વધારો કરી જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્યમાં વધતા જતા વરસાદ ના જોરના કારણે 5 જિલ્લામાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે આજે દિવસભર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ મેહર જોવા મળી હતી આ ઉપરાંત મહારાષ્ટ્રના 2 ડેમ ઓવરફ્લો થતા પૂર્ણા નદી બે કાંઠે વહી છે. ભયજનક સ્તર વટાવી નદી કાંઠાની આસપાસના વિસ્તારોમાં તબાહી મચાવી રહી છે. આ સાથે જ સરકારે પૂર્ણા નદીમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો હોવાની લોકોને આગોતરી જાણ કરી છે.
તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા 17 જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે પ્રવક્તા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ 6 જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા હોવાથી પોરબંદર, અમરેલી, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદાના રહેવાસીઓને ચેતવ્યા છે. આ ઉપરાંત વરસાદ અને તે બાદની વ્યવસ્થા અંગે માહિતી આપી મહેસુલ મંત્રીએ આપતા જણાવ્યું હતું કે બસના 14 હજાર રુટ માંથી માત્ર 148 રૂટ સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે. 27 સ્ટેટ હાઇવે બંધ, 559 પંચાયત માર્ગ બંધ તેમજ ફરીથી પૂર્ણા નદીના ધસમસતા પ્રવાહને લીધે નવસારી નેશનલ હાઇવે તેમજ ડાંગ નેશનલ હાઇવે બંધ કરવામાં આવ્યો છે. કચ્છમાં નેશનલ હાઇવે હાલ બંધ છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પેડલ ભારે વરસાદ ના કારણે નવસારી જિલ્લાના કેટલાક ગામોમાં પાણી ફરી વળ્યાં હતા જેના કારણે ચોપાર ની મદદથી રેસ્કયુ કરવામાં આવ્યું હતું, રાજ્યના મહેસુલ પ્રધાને જણાવ્યું હતું કે 2 ચોપર વિમાનથી રેસ્ક્યૂની કામગીરી પૂર ઝડપમાં NDRF ની 4 ટીમ નવસારી વાસદામાં મુકવામાં આવી છે તેમજ Sdrfની 2 ટીમો પણ ખડેપગે લોકોની સેવા કરી રહી છે. 3 ચોપર વિમાનની માંગણી સરકાર દ્વારા કરવામાં આવી હતી જેમાંથી 2 ચોપર વિમાન નવસારી પહોંચ્યા છે અને પાણીમાં ફસાયેલા લોકોનું દિલઘડક રેસ્ક્યૂ કરી રહ્યા છે.ગણદેવીમાં પરિસ્થિતિ ખરાબ છે, સંપૂર્ણ નુકસાન પામેલા મકાન 126, સંપૂર્ણ નુકસાન ઝુંપડા 19 છે.