મારો અવાજ,
નીતિન ભાઈ જાની નું ગુજરાત માં ઘણી સંસ્થા સન્માન કરી ચુકી છે તેમજ ઘણા કલાકારો એ તેમના સેવાકીય કામ ની પ્રશંસા કરી છે થોડા સમય પેહલા જ સુરત માં નીતિનભાઈ જાની નું ભવ્ય સન્માન થયું હતું ત્યારે હવે ગુજરાત કે ભારત નહિ પણ દુબઇ માં પણ નીતિનભાઈ જાની ના કામ ની પ્રશંસા થતી જોવા મળી છે..
હાલ માંજ દુબઇ પોલીસ અને દુબઇ ગર્વન્મેન્ટ દ્વારા નીતિનભાઈ જાની અને તરૂણભાઈ જાની નું સન્માન કરાયું છે તેમજ તે આ સન્માન મેળવનારા પેહલા ગુજરાતી સોશિઅલ વર્કર યૂટ્યૂબર છે આ આખા ગુજરાત માટે એક ગર્વ ની વાત કહેવાય.
નીતિનભાઈ અને તરુણભાઇ ને Esaad Privilege Card આપી ને સન્માન કરાયું છે તેમજ તેની જાણકારી નીતિનભાઈ એ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી હતી જેમાં જણાવ્યું છે કે અમારા માટે આજે સન્માન ની વાત કહેવાય, કે આજે અમે ગુજરાત ના પહેલા Social Worker / Youtuber છીયે કે જેને દુબઈ પોલીસ, દુબઈ ગવર્નમેંટ દ્વારા “Esaad Privilege” સન્માન થી નવાઝવામા આવ્યા છે… આ સન્માન એમને મળે છે જેમણે પોતાના ક્ષેત્ર મા સમાજને મદદરૂપ થઈ લોક કલ્યાણ ના કાર્યો કર્યા હોય….
તો આવો જાણીયે આ Esaad Privilege Card ના શું ફાયદા છે આ કાર્ડ થી તમને દુબઇ માં અને ઘણી બીજી જગ્યા આ પણ ફાયદો મળે છે જેમાં જરૂરિયાત ની બધી વસ્તુ માં 25 થી લઇ ને 80 % સુધી નું ડિસ્કાઉન્ટ મળે છે જેમાં ફરવાનું, હોટેલ, મેડિકલ, શિક્ષણ, મનોરંજન ના સ્થળો, જીવનજરૂરિયાત ની ચીજવસ્તુઓ માં આ ફાયદો લઇ શકાય છે.