મારો અવાજ,
કચ્છ જિલ્લા ના સમાજ કલ્યાણ અધિકારી શ્રી ની કચેરીમાં નખત્રાણા ખાતે આદર્શ કુમાર છાત્રાલય છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં હોવાથી તાત્કાલિક ચાલુ કરાવવા અનુસૂચિત જાતિ અને જનજાતિના આગેવાનોની મૌખિક રજૂઆત કરવામાં આવી હતી.શરહદી વિસ્તારના નલિયા નખત્રાણા લખપત તેમજ કચ્છ જિલ્લાના અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોએ કચ્છ જિલ્લાના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સારું અભ્યાસ શિક્ષણ અને રહેવાની સગવડ મળે તે હેતુથી કચ્છ જિલ્લા ના સમાજ કલ્યાણ અધિકારી શ્રી ની કચેરીમાં રજુઆત કરવામાં આવી.
