મારો અવાજ,
નખત્રાણા તાલુકાના છારી ફુલાય જુથ ગ્રામ પંચાયત માં સરકારી પડતર તથા ખરાબો જમીનો આવેલ છે, આજુબાજુના ગામ વાસીઓ તે સરકારી જમીનમાં ખેતી કરે છે તે તાત્કાલિક સરકારી જમીનમાં થી દબાણો દૂર કરવા જત અમીન ભાઈ ખમીશા દ્વારા રજુઆત*
તલ-લૈયારી-છારી-ફુલાય માલધારી વિસ્તાર છે,તે દરેક નો ગુજરાન ભેંસો પર હોવે છે
ઉનાળામાં અને શિયાળામાં તો અમે ભેંસો ચરાવવા બાબત ડર લાગે છે કે અમે આ ભેંસોને ક્યાં ચરાવવા લઈ જવાય?
અમારા ગરીબોની આશા ચોમાસું સાથે બાંધેલી હોય છે
જ્યારે ચોમાસાની સિઝન આવે છે લોકો દરેક માલધારીઓ વરસાદની આવવાની રાહ જોવે છે જ્યારે વરસાદ તલ-લૈયારી ની ધરતી પર મન મૂકીને વરસે છે ત્યારે દરેક લોકો સરકારીની જમીન પણ દબાણ કરીને ખેતી કરે છે જેથી અને માલધારીઓને તકલીફનો સામનો કરવો પડે છે હવે અમારા માટે વરસાદ આવ્યો કે નહીં તે શું ફરક?
અમારી જમીન પર વરસાદ મન મૂકીને વરસ્યો, અને દરેક જગ્યાએ લીલાછમ ઘાસ ઉભરતા જોવા મળ્યા એ અમારા માટે તો સૌ ખુશીની વાત જ છે
પણ ચારે તરફ દબાણોના દ્રશ્યો જોવા મળે છે એ બાબત અમે ગરીબ લોકોને શું કરવું
નખત્રાણા તાલુકાના તલ ગામના રહેવાસી જત અમીન ભાઈ ખમીશા ના જણાવ્યા મુજબ વરસાદ વરસે બાદ અમારી જમીનમાં ઘાસ હોવા છતાં અમે અમારા પશુધનોને અબડાસા લખપત લઈ જઈએ તો? કારણ કે અમારી જમીન પર દબાણોના ઢેર છે
વરસાદનું એક ટીપું પડે છે ત્યારે લોકો સરકારી જમીન પોતાના કબજામાં કરે છે
જ્યારે વરસાદ આવે છે ત્યારે બન્ની વિસ્તાર ના માલધારીઓ પોતાના ઢોરને ખુલી જગ્યાએ ચડવા છોડી દેશે
હાલ કુદરત મહેરબાન થતા અહીં વરસાદ સારા પ્રમાણમાં થયેલ છે
આ જમીન પર પશુધન માટે ઘાસચારો ખાવા માટે કુદરતી તોર પર થાય છે
એમાં ગામ વાસીઓ દબાણ કરી નાખે છે
તેના માટે અમારા પશુધનોને અમે ચઢાવવા માટે ક્યાં લઈ જવીએ તેવી જત અમીન ભાઈ ખમીશા ની સરકાર ને અપીલ
જત અબુબકર ભાઈ લૈયારી જણાવ્યું હતું
રીપોર્ટર – રમેશ મહેશ્વરી