હરીઓમ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ એસોસિએશન,જી.આઈ.ડી.સી,ગોઝારીયા અને
નોર્થ ઝોન ફેડરેશન ઑફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આયોજિત
”ઓદ્યોગિક સેમિનાર”
મારો અવાજ,
હરીઓમ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ એસોસિએશન,જી.આઈ.ડી.સી,ગોઝારીયા અને નોર્થ ઝોન ફેડરેશન ઑફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આયોજિત ”ઓદ્યોગિક સેમિનાર” ને ઉદ્યોગ અને સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ ખુલ્લો મૂક્યો હતો.
આ પ્રસંગે ઉદ્યોગ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ એ જણાવ્યું કે,દેશ આજે આઝાદીનું અમૃત પર્વ મનાવી રહ્યો છે.ગુજરાત રાજ્ય ૨૦ વર્ષના વિકાસના ઉપલક્ષ્યમાં ”વંદે વિકાસ યાત્રા” ૨૦ વર્ષનો વિશ્વાસ ૨૦ વર્ષનો વિકાસનું પર્વ ઉજવી રહ્યું છે.આપતિને અવસરમાં બદલવી એ આપની સંસ્કૃતિ રહી છે.
ઉદ્યોગ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે,”વાયબ્રન્ટ ગુજરાત સમિટ” ઉદ્યોગકારોને પોતાના ઉદ્યોગને વધારવાનું નવું આયામ મળ્યું છે.આ સમિટે દેશ-વિદેશના અનેક ઉદ્યોગકારોને એક મંચ પૂરું પાડ્યું છે.ગુજરાતમાં”વાયબ્રન્ટ ગુજરાત સમિટ” થકી અનેક નવા ઉદ્યોગોને બળ મળ્યું છે.લાખો-કરોડોનું નિવેશ,નવા સ્ટાર્ટ અપની સંસ્કૃતિ,એમ.એસ.એમ.ઈ વગેરેનો વિકાસ થયો છે.આપના એમ.એસ.એમ.ઈ એકમો રાષ્ટ્રની જીડીપી માં અગત્યનું યોગદાન આપી રહ્યા છે.
ઉદ્યોગ મંત્રીશ્રી એ ઉમેર્યું હતું કે, ઉદ્યોગ સ્થાપવામાં સરળતા પડે એ માટે રાજ્યમાં ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ,સિંગલ વિન્ડો ક્લીયરન્સ,GeM,નવી ઓદ્યોગિક નીતિ-૨૦૨૦ વગેરેને રાજ્ય સરકારે અમલમાં મૂકી છે.તેમજ ભારત સરકાર દ્વારા પણ લેંક બેંકની શરૂઆત કરવામાં આવી છે.
ઉદ્યોગ મંત્રીશ્રી એ પણ જણાવ્યું કે,ફ્રી હોલ્ડ જમીનના સંદર્ભમાં ઉદ્યોગકારોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તેને દૂર કરવા અને સાંભરવા અમે હંમેશા તૈયાર છીએ.તેમને ઉદ્યોગકારોને એ પણ કહ્યું કે,આપની વસ્તુ ગુણવત્તાયુક્ત હોવી જોઈએ કારણકે આજે વિશ્વ બજારમાં ગુણવત્તા સભર વસ્તુઓની માંગ છે.તેમજ ઉદ્યોગકારોને વધારેમાં વધારે ટેકનોલોજીનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.
આ પ્રસંગે ફેડરેશન ઑફ ઇંડસ્ટ્રીઝ એસોસિએશન,ગુજરાતનાં પ્રમુખ શ્રી કાંતિભાઈ પટેલ,ચેમ્બર ઑફ કોમર્સના પ્રમુખ શ્રી પ્રતિક પટવારી,જી.પી.સી.બી. ના ચેરમેન શ્રી આર.બી.બરાડ વગેરે મહાનુભાવો અને ઉદ્યોગકારો હાજર રહ્યા હતા.