ખરા સાવજોને સમાજ ના ઓળખી સકતો હોય તો એક સર્કસની મંડળી બનાવી લો.
ગુજરાતમાં તમે
વી.ટી.પરમાર જેણે આ જિંદગી સમાજના આંદોલનમાં આપી આજીવન કુંવારા રહી સમાજની સેવા કરી
તમે એને ક્યારેય સાવજ ના કીધા,
ડો.રમેશચંદ્ર પરમાર કે જેઓએ આ જીવન સરકારી નોકરી કરી અને સરકાર સામે બાથ ભીડી
તમે એને ક્યારેય સાવજ ના કીધા,
નારણભાઇ વોરા કે જેઓએ મિલની હકરજા,ગ્રેજ્યુઇટીનો કાણો પૈસો ના ભાર્યો અને સરકારને હચમચાવતા રહ્યા
તમે એને ક્યારેય સાવજ ના કીધા,
જેઠાલાલ જાદવ કે જેમણે આ સમાજ ખાતર ચાર ચાર મહિના જેલનો કારાવાસ ભોગવ્યો
તમે એને ક્યારેય સાવજ ના કીધા,
કર્મે દલિત એવા એડ.ગીરીશ પટેલ કે જેઓ દલિતોની તરફેણમાં જીવ્યા ત્યાં સુધી હાઇકોર્ટમાં દલીલો કરતા રહ્યા
તમે એને ક્યારેય સાવજ ના કીધા,
મુરબ્બી વાલજીભાઈ પટેલ જેઓએ સેંકડો એકડ જમીનો જાતિવાદી ગુંડાઓના ગઢમાં ઘુસી આ સમાજને અપાવી,કચ્છ સૌરાષ્ટ્રમાં જમીન આંદોલનનો પાયો નાંખ્યો
તમે એને ક્યારેય સાવજ ના કીધા,
રાજુ સોલંકી જેઓએ ડાબા અને જમણા બન્ને પગથી સરકારી નોકરીને લાત મારી પોતાની પત્નિની સરકારી નોકરીના જોખમે આંદોલનમાં જીવતર હોમ્યુ
તમે એને ક્યારેય સાવજ ના કીધા,
સુરેશ આગજા જેમણે સોળ વર્ષની કુમળી વયે પોતાના ખભે પોલીસની બંદૂકોના કુંદા ઝીલ્યા,
તમે એને ક્યારેય સાવજ ના કીધા,
નટુ સાગર જેઓની યુવાનીના આંદોલન થકી જતી ઉંમરે અઢાર કલાકની કાળી મજૂરી હાથ લાગી
તમે એને ક્યારેય સાવજ ના કીધા,
પી.એલ.રાઠોડ જેઓએ ચાલુ નોકરીએ બહુજન પાર્ટીનો પ્રચાર કર્યો,પૈસો વાપર્યો અને નકોરી દરમિયાન જ કેસો વેઠયા
તમે એને ક્યારેય સાવજ ના કીધા,
આવા તો અનેકો કર્દમ ભટ્ટ,જે.કે.હલ્લાબોલ,કનું સુમરા,જેન્તી ઉસ્તાદ,જયંતિ ફકીર જેવા અઢળક સાવજો જેના માટે ગીરનું જંગલ પણ નાનું પડી જાય એટલા સાવજો આ સમાજમાં પેદા થયા પણ તમે એમને ક્યારેય સાવજ ના કીધા.
આજે જેણે સમાજ માટે એક લાફો નથી માર્યો કે નથી ખાધો,ના નોકરી છોડી કે ના જોખમ લીધું કે ના પે બેક કર્યું એવાને સાવજ સાવજના મેડલો તમે ઠોકી રહ્યા છો તો તમને શા માટે એમ ન કહીયે કે તમને જંગલના ગર્જના કરતા નહિ પણ પૂંછડી પટપટાવતા સર્કસના સાવજો વધુ પસંદ છે તો પાર્ટી અને સંઘઠન છોડી એક સર્કસની મંડળી બનાવી લો ?