મારો અવાજ,
અબડાસાના આસાપરથી ભુજ આવી રહેલા બે પિતરાઈ ભાઈઓને અકસ્માત નડ્યો, બંધ ટ્રકમાં બાઈક પાછળ બાઈક ઘૂસી જતાં એકનું મોત; એક ઘાયલ
ભુજ નલિયા ધોરીમાર્ગ પરના તેરા નજીકના જલાણા તળાવ પાસે વહેલી સવારે અકસ્માત સર્જાયો.
ભુજ નલિયા ધોરીમાર્ગ પરના તેરા નજીકના જલાણા તળાવ પાસે આજે વહેલી સવારે ઉભેલી ટ્રક પાછળ બાઈક અથડાઈ પડતા બાઈક સવાર એક યુવક નૂ મૃત્યુ થયું હતું અને એક ગંભીર રૂપે ઘાયલ જેમને પ્રથમ નલિયા સરકારી હોસ્પિટલમા પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
