મારો અવાજ ન્યૂઝના સાત વર્ષ પૂર્ણ અને આઠમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ. મારો અવાજ ન્યુઝ ઓફિસ ઓપનિંગ photo’s અમે વાચકોના સાથ સહકારની અપેક્ષા સહ મારો અવાજ ન્યૂઝનો પ્રારંભ કર્યો હતો. અમારી ઓફિસનું ઓપનિંગ સાત વર્ષ પહેલા ડો. બાબાસાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકર અને માર્ટિન મેકવાન દ્વારા કરવામાં આવેલ. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આજે સફળતાના સાત વર્ષ પૂર્ણ થતા વ્હાલા વાચકો, વિજ્ઞાપન દાતાઓ અને રાજ્યના તમામ વિસ્તારો માં નીમેલા અમારા પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કરીયે છીએ. કોઈ પણ ક્ષેત્ર હોય પણ તેના ચઢાણ હંમેશા કપરા જ હોય છે. આમ તો સમાચાર ક્ષેત્રના અનુભવી હોવા છતાં પોતાની માલિકીનું અને સ્વતંત્ર આ અમારું પ્રથમ ચરણ હતું. શરૂવાતમાં જ ધાર્યા કરતા સારા પરિણામ મળ્યા. વિજ્ઞાપન દાતાઓએ સારો સાથ સહકાર આપ્યો. અમારા લેખકો કે જે દરેક સમાજ અને દેશની ચિંતા કરે છે. તેમણે નિયમિત અને સચોટ લેખ પુરા પાડ્યા.મારો અવાજ ન્યુઝ ઓફિસ ઓપનિંગ photo’s વર્ષ દરમિયાન સારા અનુભવો ની સાથે કેટલાક કડવા અનુભવો પણ થયા. ક્યારેક એવા સમાચારો પ્રસિદ્વ કરવામાં આવતા કે ઘણા લોકોના પગ તળેથી જમીન સરકી જતી. અમારા સમાચારો સામે અવાજ ન ઉઠાવી શકનારા અમારી સામે કેટલીક પ્રવૃતિ પણ કરતા. જો કે સત્યના માર્ગે ચાલવામાં અમને સફળતા હાંસલ થઇ છે. મહેસાણાના ગોજારિયા ગામેથી શરૂ થયેલ મારો અવાજ સાપ્તાહિક આજે રાજ્યના છેવાડાના વિસ્તારોમાં પણ ચર્ચાઈ રહ્યું છે. દરેક વિસ્તારમાં નીમેલા અમારા પ્રતિનિધિઓ દ્વારા ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓ સામે કોઈનો ડર કે શરમ રાખ્યા વિના જાહેર માં પ્રકાશ પાડતા અમારા આ પ્રકાશનનું નામ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. મંગળવારની સવાર થતા જ મારો અવાજ ન્યૂઝ ના વાચકો આતુરતા પૂર્વક રાહ જોતા રહે છે. અમને એ વાતનો પણ આનંદ છે કે અમારા અને અમારી ટીમના અથાગ પ્રયત્નો અને મહેનત દ્વારા વાચકોની પસંદગીના સમાચાર અને અહેવાલ પ્રકાશિત કરી રહ્યા છીએ. ઘણા ઉતાર ચઢાવ સાથે અમે સાત વર્ષ પૂર્ણ કર્યા છે.