મારો અવાજ,
બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 8થી વધુ લોકોનાં મોત તેમજ 5થી વધુ લોકોની હાલત ગંભીર થઈ હોવાની ચકચારી ઘટના સામે આવી છે.
સરપંચે પોલીસને દારૂના વેચાણ અંગે કરી હતી રજૂઆત
આ સમગ્રોર ઘટનામાં વિગતો સામે આવી છે કે રોજીદ ગામમાં કેટલાય સમયથી દેશી દારૂના ધૂમ વેંચાણ થતું હતું અને આ મુદ્દાને લઇને સરપંચે અગાઉ પણ પોલીસને રજૂઆત કરી હતી. નોંધનીય છે કે અસરગ્રસ્ત થનારા લોકોએ નભોઈ ગામમાંથા દારૂ પીધો હતો. નભોઈ ગામે ઝેરી દારૂ પીધા બાદ તમામની તબીયત લથડી હતી. બીજી તરફ ઝેરી દારૂથી મોત થયાની વાત સામે આવતા ભાવનગર રેન્જ આઈજી બોટાદ હોસ્પિટલ પહોંચ્યા હતા.
દરમિયાન કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ સરકાર પર ચાબખા મારતા કહ્યું હતું કે ગુજરાત સરકારનો ગૃહ વિભાગ મોટી જાહેરાતો કરે અને બુટલેગરો બેફામ બનીને દારૂનો વેપલો કરે છે.
હલકી ગુણવત્તાના દારૂથી દૂર રહેવું જોઈએઃ અલ્પેશ ઠાકોર
બરવાળાના રોજીદ ગામે લઠ્ઠાકાંડની કથિત ઘટનાને લઇને ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે દુઃખ વ્યક્ત કર્યુ કર્યું છે. તેમણે કહ્યું કે, અમે આ મામલે આંદોલન શરૂ કર્યું હતું. હલકી ગુણવત્તાના દારૂથી દૂર રહેવું જોઈએ. વહીવટી તંત્ર અને અધિકારીઓ દોષિતો સામે કડક કાર્યવાહી કરે. હલકી ગુણવત્તાનો દારૂ બનાવનાર સામે કાર્યવાહી કરો. દોષિતોને લાંબાગાળાની સજા થવી જોઈએ. પોતાના ફાયદા માટે કેટલાક લોકો હલકી ગુણવત્તા વાળો દારૂ બનાવે છે.