લઠ્ઠો પીવાથી મૃત્યુ કેમ થાય છે?
મારોઅવાજ,
અમદાવાદ અને બોટાદ જિલ્લાના કેટલાક લોકોએ દેશી દારુ પીધો
બરવાળા પાસે નબોઇ ચોકડી પાસે દેશી દારુ પીધો
દેશી દારુના ધંધાર્થી વિનુ પાસેથી દેશી દારુ પીધો
દેશી દારુ પીવાથી 14 જેટલા લોકોને ઝેરી અસર થઇ
તમામ લોકોને બોટાદની સિવાલ હોસ્પિટલમાં દાખલ કરાયા
ઝેરી દેશી દારુ પીવાથી ચાર લોકોના શંકાસ્પદ મોત થયા
અમદાવાદ જિલ્લાના ત્રણ અને બોટાદના એક વ્યક્તિનું મોત થયું
લઠ્ઠો પીવાથી મૃત્યુ કેમ થાય છે?
લઠ્ઠો એટલે ડીનેચર્ડ સ્પિરિટ
સ્પિરિટમાં આલ્કોહોલ કન્ટેન્ટ હોય છે
જેથી તેને ઈથાઈલ આલ્કોહોલ પણ કહેવાય છે
ઈથાઈલ આલ્કોહોલ તબીબી કે ઔદ્યોગિક કાર્યમાં ઉપયોગમાં લેવાય છે
ઉદ્યોગમાં વપરાતુ ઈથાઈલ આલ્કોહોલ લોકો ન પીવા માટે હોય છે
ના પીવાય તે માટે મિથેનોલ નામનું ઝેરી રસાયણ ભેળવાય છે
મિથેનોલના મિશ્રણ બાદ મિથાઈલ આલ્કોહોલ બને છે
ઉદ્યોગોમાંથી મિથાઈલ આલ્કોહોલ ગેરકાયદે વેચવાની ઘટનાઓ પણ સામે આવે છે
ગેરકાયદે લઠ્ઠો બનાવનાર આવો મિથાઈલ આલ્કોહોલ ખરીદીને તેમાં ફટકડી નાખે છે
ફટકડીથી મિથાઈલ અણુઓ નીચે બેસી જાય છે અને ઈથાઈલ આલ્કોહોલ તૈયાર થાય છે
ઈથાઈલ આલ્કોહોલ લઠ્ઠાના નામે સસ્તા ભાવે નશો કરતા લોકોને વેચાય છે
ક્યારેક જો ફટકડીને બદલે ભળતી વસ્તુ આવી ગઈ હોય તો લઠ્ઠો પીનારનું મોત થાય છે