માન્ય_બ્રહ્મભટ્ટ_નડીયાદ જે #મસ્ક્યુલર_ડિસ્ટ્રોફી નામની #ગંભીર_બીમારી થી પીડાય છે. તેવી જાણ થતા અરવલ્લી જિલ્લાના બાયડ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ના પ્રદેશ ઉપપ્રમુખ ધવલસિંહ ઝાલાએ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ના કાર્યકર્તા ઓ સાથે તેની મુલાકાત લીધી અને તેની બીમારી ના ઈલાજ માટે મદદ કરી આવો આપણે પણ એક કુમળા બાળક નો જીવ બચાવા મદદ કરીએ તેવી અપીલ કરી વધુ વિગત નીચે આપેલી છે…
નામ છે તેનું માન્ય બ્રહ્મભટ્ટ સંતરામ મહારાજની પૂણ્યભૂમી નડીઆદમાં તે રહે છે. ઉંમર છે માત્ર ૯ વર્ષ. તે પણ પોતાની ઉંમરના બાળકોની જેમ જ મેદાનમાં ક્રિકેટ રમવા માગે છે, મમ્મી પપ્પા સાથે પકડદાવ રમવું છે, દાદી સાથે ચાલતા મંદિરમાં દર્શને જવું છે. પરંતુ આ તમામ ઈચ્છાઓને દરરોજ પોતાના હાથે જ મારી રહ્યો છે. કારણ છે જન્મ થતાંની સાથે મહાકાય વિલન બનીને આવેલી DUCHENNE MUSCULAR DYSTROPHY નામની બિમારી. આપણા દેશમાં જન્મતાં પ્રત્યેક 10 લાખ બાળકમાંથી સરેરાશ 1 બાળક ને આ જટિલ બિમારી નો સામનો કરવો પડે છે.
સામાન્ય ભાષામાં કહીએ તો આ એક એવી સમસ્યા છે જેમાં જન્મના 2-3 વર્ષ માં કમરની નીચેના સ્નાયુ નબળા પડવા લાગે છે, બાળક માટે ચાલવું તો દૂર ટેકો લઈ ને ઊભું થવું જાણે અશક્ય થવા લાગે છે. ધીરે ધીરે આ બિમારી ઉધઈ જેમ શરીરના અન્ય ભાગ પર આગળ વધે છે અને હ્રદય – શ્વસન માટે ના સ્નાયુ નબળા પાડવા લાગે છે.
માન્ય બ્રહ્મભટ્ટના પિતા ઋષિ બ્રહ્મભટ્ટ ‘ મરતાં ને ના કહે મર ‘ એવા સંવેદનશીલ અને એકલા જ રડી – લડી લેવાનું પણ કોઈ ની સામે હાથ નહિ લંબાવવાનો તેવા સ્વમાની છે. પરંતુ સમયની કોર્ટ એવા કઠેડામાં ઊભા કરી દે છે કે જેમાં વ્યક્તિ પાસે લાચાર બની ને ઉભા રહેવા સિવાય જાણે કોઈ વિકલ્પ જ રહેતો નથી.
આ રોગ એવી જીનેટિક બીમારી છે કે જેની ભારતમાં કોઈ દવા નથી અને વિદેશમાં છે પણ એની કિંમત કરોડોની છે. સામાન્ય પરિવારમાંથી આવતા માણસની પાસે જ્યારે આ પુંજી ના હોય ત્યારે તે કુદરત સામે હાર સ્વીકારી લાચાર બને છે. ત્યારે આવો આપને સંવેદના દર્શાવીએ, માનવતાની સાંકળ રચીને માનસિક હૂંફ, માર્ગદર્શન અને નાણાંની મદદ દ્વારા માન્યના જીવનદીપને ઝળહળતો રાખીએ. મારી આપ સૌ મિત્રો ને અરજ છે દીવાદાંડી કે દીવો બની ને આ પરિવારમાં ઉજાસ પાથરીએ…
Let’s Help Maanya Brahmbhatt
(શક્ય તેટલો આ મેસેજ વધુ લોકો સુધી પહોંચાડીએ)
This life-saving surgery costs up to 4 Crore._
You Can Donate at the link given below: https://www.impactguru.com/fundraiser/help-maanya-brahmbhatt
– Bank Name: RBL Bank
– Account number : 2223330016898552
– Account name : Maanya Brahmbhatt
– IFSC code : RATN0VAAPIS
(The digit after N is Zero)
For UPI Transaction: assist.maanya@icici
*Indian 80G Tax Benefit Available*