બુટલેગરનુ 200 કરોડનું ટર્ન ઓવર, ચોખ્ખો નફો 12 કરોડ કરતો પિન્ટુ નામનો બુટલેગર ઝડપાયો..
મારો અવાજ,
આ બૂટલેગર ગત 27 જૂલાઈના રોજ ગોવાથી મોજ માણીને મુંબઇ એરપોર્ટ પર ઉતર્યો અને ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તેને પકડી પાડ્યો. કારણ તે વર્ષ 2019થી 2022 દરમિયાન નોંધાયેલા કુલ 33 ગુનામાં વોન્ટે હતો..
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ભીમરાવ ઉર્ફ પિન્ટુ ગઢરીને મુંબઇ એરપોર્ટ પરથી 27 જૂલાઇના રોજ ઝડપી પાડ્યો હતો. પિન્ટુ વિરૂધ્ધ રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દારૂના 33 ગુના નોંધાયા હતા. છેલ્લે તે ગુજરાત પોલીસના હાથે 2019માં પકડાયા પછીથી સતત વોન્ટેડ હતો. એસ.એમ.સી (સ્ટેટ મોનિટરિંગ સેલ)ના વડા નિર્લિપ્ત રાયને માહિતી મળી હતી કે, પિન્ટુ ઘણા સમયથી વોન્ટેડ છે અને હજુ પણ દક્ષિણ ગુજરાતમાં દારૂ સપ્લાય કરી રહ્યો છે. એસ.પી નિર્લિપ્ત રાયે બાતમીદારોનું નેટવર્ક સક્રિય કર્યું અને 27મી તારીખે બાતમી મળી કે, પિન્ટુ ગોવા ફરવા આવ્યો હતો અને અહીંથી તે મુંબઇ ફ્લાઇટમાં પરત આવી રહ્યો છે. એસ.એમ.સી.ની એક ટીમ તાત્કાલીક મુંબઇ એરપોર્ટ પર પહોંચી ગઇ અને પિન્ટુને ઝડપી પાડ્યો.
સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ભીમરાવ ઉર્ફ પિન્ટુ ગઢરીને મુંબઇ એરપોર્ટ પરથી 27 જૂલાઇના રોજ ઝડપી પાડ્યો હતો. પિન્ટુ વિરૂધ્ધ રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દારૂના 33 ગુના નોંધાયા હતા. છેલ્લે તે ગુજરાત પોલીસના હાથે 2019માં પકડાયા પછીથી સતત વોન્ટેડ હતો. એસ.એમ.સી (સ્ટેટ મોનિટરિંગ સેલ)ના વડા નિર્લિપ્ત રાયને માહિતી મળી હતી કે, પિન્ટુ ઘણા સમયથી વોન્ટેડ છે અને હજુ પણ દક્ષિણ ગુજરાતમાં દારૂ સપ્લાય કરી રહ્યો છે. એસ.પી નિર્લિપ્ત રાયે બાતમીદારોનું નેટવર્ક સક્રિય કર્યું અને 27મી તારીખે બાતમી મળી કે, પિન્ટુ ગોવા ફરવા આવ્યો હતો અને અહીંથી તે મુંબઇ ફ્લાઇટમાં પરત આવી રહ્યો છે. એસ.એમ.સી.ની એક ટીમ તાત્કાલીક મુંબઇ એરપોર્ટ પર પહોંચી ગઇ અને પિન્ટુને ઝડપી પાડ્યો.
પિન્ટુની પૂછપરછ અને તેના ફોનની તપાસ દરમિયાન અધધ…કહી શકાય તેટલા રૂપિયાના ટ્રાન્જેક્શન મળ્યાં. પોલીસને જાણવા મળ્યું કે, પિન્ટુએ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા છ મહિનામાં 200 કરોડ રૂપિયાથી વધુનો દારૂ સપ્લાય કર્યો છે. તે મહારાષ્ટ્રના નંદુરબારનો વતની છે અને ત્યાંથી જ દારૂ સપ્લાય કરતો હતો. આટલા મોટા વ્યવહારના અંતે પિન્ટુ મહિને 12થી 15 કરોડ રૂપિયા મહિને કમાતો હોવાનું પણ ખુલ્યું છે.
ઉલ્લેખનિય છે કે, પિન્ટુ વર્ષ 2019થી ગુજરાતમાં વોન્ટેડ હતો. તેની સામે 33 ગુના નોંધાયા હતા છતા એક પણ પોલીસ એજન્સી તેને પકડવામાં ભેદી રીતે સફળ રહી ન હતી. હવે જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તેને પકડી તપાસ શરૂ કરી છે ત્યારે કેટલાક પોલીસ અધિકારીઓના પગ નીચેથી જમીન સરકી ગઇ છે તે પણ નક્કી છે.