ચાણસ્મા તાલુકાના સેધા ગામે ચાણસ્મા શહેર તાલુકા કોંગ્રેસ વિસ્તૃત કારોબારીની બેઠક મળી
મારો અવાજ,
આગામી વિધાનસભામાં વારંવાર બહાર ના ઉમેદવાર આવતા હોય છે અને ધાર્યુ રિઝલ્ટ ના મળવાને કારણે આ વખતે સ્થાનિક ઉમેદવારને મુકવાની માંગ કરતું એક ગ્રુપ આ બેઠકમાં ગેરહાજર રહયું
પાટણ જીલ્લા પ્રભારી દ્વારા પેજ પ્રમુખ સહિત સંગઠનની જવાબદારીનિભાવતા કોંગ્રેસના તાલુકાના કાર્યકરો અંગે પુચ્છા કરતા મોટાભાગના ગેરહાજર જોવા મળ્યા
ચાણસ્મા તાલુકાના ગામે ચાણસ્મા તાલુકા શહેરની કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની બેઠક મળી હતી જેમાં અગામી વિધાનસભાની ચૂંટણી ના હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ચાણસ્મા વિધાનસભા ૧૭ની બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા સ્થાનિક ઉમેદવારને મુકવામાં આવે તેવી માંગ કરતું ચાણસ્મા તાલુકાની કૉન્ગ્રેસ ની મહત્ત્વની જવાબદારી નિભાવતું એક ગ્રૂપ ગેરહાજર રહેતાં આ બેઠકો પર બહારનો ઉમેદવાર મૂકવાનો વિરોધ સ્પષ્ટ તરી આવ્યો હતો તદઉપરાંત આજે મળેલી ચાણસ્મા તાલુકા શહેરની વિસ્તૃત કારોબારી બેઠકમાં પણ કેટલાક કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો સ્થાનિક ઉમેદવારને મૂકાય તેવી અંદરોઅંદર ગુસપુસ કરતાં પણ જોવા મળ્યાં હતાં જ્યારે બેઠક દરમ્યાન પાટણ જીલ્લા કોંગ્રેસ પ્રભારી અલ્કાબેન ક્ષત્રિયો દ્વારા પેજ પ્રમુખો સહિત સંગઠનની મહત્ત્વની જવાબદારી કોંગ્રેસ સંગઠનના પદાધિકારીઓ દ્વારા સોંપવામાં આવી છે તેવા આજની સભામાં કેટલાં પદાધિકારીઓ ઉપસ્થિત છે તો મોટાભાગના આવા પદાધિકારીઓ ગેરહાજર જોવા મળ્યાં હતાં
ચાણસ્મા તાલુકાના સેધા ગામે મળેલી ચાણસ્મા શહેર તાલુકા કોંગ્રેસની બેઠકમાં ઉપસ્થિત કોંગ્રેસના પ્રદેશ અગ્રણી કનકસિંહ ઝાલા વિરેન્દ્રસિંહ રાઠોડ ઉપસ્થિત કૉન્ગ્રેસના કાર્યકરોને એકજૂટ થઈને આગામી ચાણસ્મા વિધાન સભા ની બેઠક સૌ સાથે મળી સંગઠીત થઈ અને બહુમતીથી આપણે વિજયી થશે તે દિશામાં આજથી જ કામે લાગી જવા માટે આહવાન કર્યું હતું
આ બેઠકમાં પ્રભારી વિરેન્દ્રસિંહ રાઠોડ દિનેશકુમાર આતાજી ઠાકોર કૉન્ગ્રેસ અગ્રણી રાજુલ પટેલ વરુણ ભાઈ વ્યાસ સહિત ચાણસ્મા તાલુકા શહેર કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.