મા મારો અવાજ,
ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલે ભરૂચ, તાપી, નર્મદામાં, 5 ઓગસ્ટે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, 6 ઓગસ્ટે નવસારી, ડાંગ, વલસાડ, સાત ઓગસ્ટે અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.