મારો અવાજ,
રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સાબરકાંઠા જિલ્લાના ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, તલોદ, અને પોસીના તાલુકામાં ગ્રામ વિકાસ પ્રવૃત્તિની સાથે સાથે સખી મંડળ સાથે જોડાયેલી મહિલાઓના સામાજિક અને આર્થિક બદલાવ લાવવા માટે નોંધપાત્ર પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યો છે.
તાજેતરમાં રિલાયન્સ ફાઉન્ડેશન પોતાના કાર્ય વિસ્તારના એવા વડાલી તાલુકાના હથોઝ ગામમાં મિશન મંગલમ વિભાગ રચિત ગ્રામ સંગઠન સાથે જોડાયેલ સક્રિય અને જરૂરિયાત મંદ મહિલાઓ સાથે એક મહિનાની તાલીમ હાથ ધરવામાં આવી, જેમાં સામાજિક અને આર્થિક રીતે પગભર થવાના ઉદેશ્ય સાથે કુલ 21 મહિલાઓ સહભાગી થઈ શિવણ તાલીમને સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.
પ્રસ્તુત તાલીમમાં ગ્રામીણ મહિલાઓ બપોરના સમયગાળા દૈનિક 5 કલાક તાલીમ વર્ગમાં સમય ફાળવી શિવણ વિષયક માર્ગદર્શન મેળવી શિવણ કામગીરી થકી આર્થિક રીતે પગભર થવાના ઉદ્દેશ્ય સાથે તાલીમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
તાલીમ બાદ મોટાભાગની મહિલાઓ કે જેઓને પોતાનું શિવણ મશીન છે તે મહિલાઓ હાલમાં શિવણ કામગીરી દ્વારા આર્થિક રીતે પગભર થવા તાલીમમાં શીખવવામાં આવેલ સ્કિલ મહત્વનો ભાગ ભજવશે તેવા આશયથી જરૂરિયાત મંદ મહિલાઓ ઉત્સાહ પૂર્વક સહભાગી થઈને તાલીમને સફળ બનાવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો,
પ્રસ્તુત તાલીમને સફળ બનાવવા રિલાયન્સ ફાઉન્ડેશન ટીમ સાથે સાથે મિશન મંગલમ ટીમ વડાલીનું પણ નોધપાત્ર યોગદાન રહ્યું હતું.