મારો અવાજ,
ગુજરાતમા ફરી એક વાર અદાણી કંપનીએ સીએનજીના ભાવમાં વધારો કર્યો છે. જેને લીધે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોની સ્થિતિ પેચીદી બની છે. સતત ભાવ વધારાને કારણે લોકોના બજેટ ખોરવાઇ રહ્યા છે રીક્ષા ચાલકો અને મુસાફરોને આ ભાવ વધારાની અસર થતી જોવા મળે છે. અદાણીએ સીએનજીના ભાવમાં રૂપિયા એક પોઈન્ટ 1.49 નો વધારો કર્યો છે. બે દિવસ પહેલા 1.99 રૂપિયાનો વધારો કર્યો હતો. બે દિવસમાં જ ફરી 1.49 રૂપિયાનો વધારો કરીને મોંઘવારીમાં સામાન્ય માણસને વધારે ફટકો પડયો છે. આજથી સીએનજીનો નવો ભાવ લાગુ થશે. છેલ્લા બે દિવસમાં અદાણીએ સીએનજીના ભાવમાં રૂ. 3.48નો ભાવ વધારો કર્યો છે. અદાણી કંપની સતત સીએનજીના ભાવમાં વધારો કરી રહી છે. અદાણી દ્વારા કરવામાં આવેલો નવો ભાવ વધારો આજથી અમલી ગણાશે. નવા ભાવ વધારા સાથે અદાણી સીએનજીનો ભાવ પ્રતિ કિલોએ રૂપિયા 87.38 પ્રતિ કિલોએ પહોંચ્યો છે. સીએનજી ભાવ વધારાને કારણે તેની અસર અન્ય ચીજ વસ્તુઓ ઉપર પણ પડશે તેવી અટકળો ચાલી રહી છે. શાકભાજીના ભાવોમાં પણ વધારો થયો છે આ મોંઘવારીએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે.