મારો અવાજ-સાબરકાંઠા,
સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઇ ગામથી કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. હિંમતનગરના ગાંભોઇમાં UGVCL પાસેના ખેતરમાં દાટેલ જીવીત નવજાત શિશુ મળી આવ્યું. ખેતરમાં દાટેલું નવજાત શિશુના પગ હાલતા જોઈ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. UGVCL કર્મચારીઓએ ખેતરમાં પહોંચી દાટેલ નવજાત શિશુ બહાર કાઢ્યું હતું. નવજાત શિશુ જીવિત નીકળતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું. આ નવજાત શિશુને 108 માં ગાંભોઇ સરકારી દવાખાને લઇ ગયા હતા અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યું છે. ગાંભોઈ પોલિસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.