મારો અવાજ-ખેરાલુ,
એનીમીયા મુક્તભારત અંતર્ગત ડો વિનોદભાઇ પટેલ સાહેબ તાલુકા લાયઝન અધિકારી સાહેબ તથા ડો અલ્કેશ શાહ તાલુકા આરોગ્ય અધિકારી સાહેબશ્રી નાં માર્ગદર્શન હેઠળ ખેરાલુ તાલુકા નાં સગર્ભા બહેનો ની ૧૦ ગ્રામ થી ઓછા એચ બી વાળા બહેનો ની એક ગુગલ લીંક બનાવડાવી ટ્રેકીંગ સીસ્ટમ થી એક જ માસ દરમ્યાન કુલ ૨૧૦ ઓછા હીમોગ્લોબીન વાળા સગર્ભા બહેનો શોધવામાં આવ્યા એ ૨૧૦ ઓછા એચ બી વાળા સગર્ભા બહેનો ની નોડલ અધિકારી ધ્વારા ગ્રુહ મુલાકાત કરવામાં આવેલ જેમાંથી છેલ્લા એક માસ દરમ્યાન પ્રાથમિક આરોગ્ય કેંદ્ર ડભોડા ખાતે ૪૯ સગર્ભા બહેનો , પ્રા આ કે પાંછા ખાતે ૩૭ સગર્ભા બહેનો, પ્રાથમિક આરોગ્ય કેંદ્ર ચાણસોલ ખાતે ૩૨ સગર્ભા બહેનો, પ્રાથમિક આરોગ્ય કેંદ્ર ચાડા ખાતે ૪૨ એમ કુલ ખેરાલુતાલુકા નાં ૧૬૦ સગર્ભા બહેનો ને નોડલઅધિકારીઓ ધ્વારા પ્રા આ કેદ્ર ખાતે ૧૦૮ ધ્વારા રેફરલ કરાવી ઇંજે આર્યન સુક્રોઝ ચઢાવવામાં આવ્યા, ખેરાલુ તાલુકા નાં સમગ્ર આરોગ્ય ની ટીમ ધ્વારા ખેરાલુ તાલુકા માં એક પણ સગર્ભા બહેન ઓછા હીમોગ્લોબીન વાળા ના રહે તે મિશન હાથ ધરવામાં આવ્યુ