મારો અવાજ-વિસનગર,
પાણી પુરવઠા મંત્રીના ઘર આગળ જ઼ કોઈની લાડકી છીનવાઈ..
મોટી મોટી વાતો કરી મોટી મોટી જાહેરાતો ના માધ્યમથી લોકોને છેતરતા ગુજરાતના પાણી પુરવઠા મંત્રી અને વિસનગર તાલુકાના ધારાસભ્ય ઋષિકેશ પટેલના ઘર આગળ જ ગટર વ્યવસ્થા નો દંભ ખુલ્લો પડ્યો…
વિસનગરમાં શુકન હોટલ આગળ એક 14 વર્ષની કિશોરી ગટરની લાઈનમાં ફસાઈ હતી. જેને કાઢવા માટે તંત્ર દ્વારા ભારે મથામણ કરવામાં આવી હતી. જો કે જો કે બે કલાકની ભારે જહેમત બાદ કિશોરી મળી આવી હતી. તેની હાલત બારે ગંભીર હોવાથી તેને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી. બાળકીને શોધવા પોલીસ તંત્ર, નગરપાલિકા સહિતની ટીમો કામો લાગી હતી. તેણીને શોધવા ત્રણ જેસીબી ઉપરાંત એક ક્રેઈન, 108 અને ફાયર વિભાગે પણ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર ઘટનાને પગલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ કિશોરીને મળવા હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
સમગ્ર ઘટનાને પગલે પાલિકાની ઘોર બેદરકારી સામે આવી હતી.
ફાયરની ટીમે કિશોરીને બહાર કાઢવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા.
વરસાદ ચાલુ હોવાથી ગટર લાઈનમાં ફૂલ પાણી ચાલુ હતું તેમ છતાં કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.
છેલ્લા બે કલાકથી બાળકી ફસાઈ હતી, જે અંતે મળી આવી હતી. ઘટનાને પગલે રોડ તોડવાની પણ કામગીરી કરવામાં આવી હતી.