મારો અવાજ,
રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજના ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 10% ઓબીસી અનામત બેઠક દૂર કરાતા સમગ્ર ઓબીસી સમાજમાં ભારે નારાજગી ફેલાઈ છે. આજે કોન્ગ્રેસ પક્ષ ઓબીસી સમાજના ધારાસભ્ય ઓબીસી પંચ સમક્ષ રજુવાત કરવા આવ્યા હતા. જેમાં અમિત ચાવડાની આગેવાનીમાં ઓબીસી સમાજના આગેવાનોએ ઓબીસી પંચ સમક્ષ રજુવાત કરી હતી. સાથે સાથે અમિત ચાવડાએ એવી પણ ચીમકી ઉચ્ચારી હતી કે ઓબીસી સમાજ સાથે સરકાર અન્યાય કરશે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખુદ ઓબીસી સમાજમાંથી આવે છે. અને એમના જ઼ રાજ્યમાં ઓબીસીનું અસ્તિત્વ ખતમ કરવાનો સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બજેટ પણ વસ્તી આધારિત ફાળવવામાં આવતું નથી. રાજ્યની 54%વસ્તી ઓબીસી સમાજની છે. જેથી વસ્તી પ્રમાણે અનામત આપવી જોઈએ. તે ઉપરાંત અમિત ચાવડાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે સરકારે ઓબીસી પંચની રચના તો કરી છે પણ પંચના અધ્યક્ષને બેસવા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલ નથી. ઓબીસી સમાજ સાથે અન્યાય થઇ રહ્યો છે. જો સરકાર આગામી દિવસોમાં ઓબીસી સમાજ માટે ઓરમાયું વર્તન રાખશે તો ઓબીસી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
पिछला पद