.
મારો અવાજ,
આજ રોજ બ્રહ્મમાકુમારી વર્લ્ડ સ્પિરિચ્યુઅલ યુનિવર્સિટી અને સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના સહયોગથી રક્ષાબંધનની ઉત્સવભેર ઉજવણી કરવામાં આવી.
સ્વતંત્ર ભારતના ૭૫ વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આઝાદી કા અમૃત મહોત્સવ અતર્ગત યુનિવર્સિટી ખાતે હરઘર તિરંગા ઘરઘર તિરંગા, રંગોળી પ્રતિયોગિતા અને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. બ્રહ્માકુમારી સિસ્ટર્સ રેશ્માબેને રક્ષાબંધનનું સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ વિષે પોતાના વિચારો રજુ કાર્ય હતા.
બ્રહ્મકુમારી સિસ્ટર્સ દ્વારા સમગ્ર યુનિવર્સિટી પરિવારના સ્ટાફ મેમ્બર્સ અને વિધાર્થી મિત્રોને રક્ષાસૂત્ર બાંધી આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીના વિધાર્થીઓ દ્વારા રંગોળી પ્રતિયોગિતાનું પણ આયોજન કરવામાં આવેલ હતું. કાર્યક્રમમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટશ્રી પ્રકાશ પટેલ સાહેબ તથા પ્રોવોસ્ટ ડો. ડી. જે. શાહ સાહેબે યુનિવર્સિટી ખાતે અઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે આયોજિત વિવિધ કાર્યક્રમોની વિગતવાર માહિતી પુરી પાડી હતી.