*વેલણની જગ્યાએ ડંડો ઉઠાવવા આહ્વાન*
મારો અવાજ,
ગુજરાતમાં મહિલાઓ સાથે છેડતી, અણબનાવ અને બળાત્કારની ઘટનાઓ વધી રહી છે કાયદાનો ડર લોકોમાં જરા પણ રહ્યો નથી ત્યારે આવા લંપટ લોકોની શાન ઠેકાણે લાવવા ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા અમદાવાદ ખાતે મહિલા અધિકાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યની જાગૃત મહિલાઓએ હાજરી આપી હતી આ દરમિયાન મહિલા અધિકાર મંચની રચના કરવામાં આવી હતી જેમાં મહિલાઓનું શારિરીક અને માનસિક શોષણ અટકાવવું, મહિલાઓને શિક્ષણનુ મહત્વ સમજાવવું, મહિલાઓને સામાજીક, માનસિક, આર્થિક અને રાજકીય રીતે મજબુત કરવી,
વિધાનસભા અને લોકસભાની ચુંટણીઓમાં મહિલાઓને પચાસ ટકા અનામત અપાવવું તેમજ આત્મરક્ષા માટે મહિલાઓને સજ્જ કરવી જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો