મારો અવાજ,
સમગ્ર દેશ આજે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા સ્વતંત્રતા દિવસની ઉજવણી અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહ્યો છે. આ પ્રસંગે વડાપ્રધાને સતત નવમી વખત લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવ્યો. સંબોધન દરમિયાન વડાપ્રધાને નવો નારો આપ્યો. તેમણે જણાવ્યું કે લાલબહાદુર શાસ્ત્રીએ જય જવાન જય કિશાનનો નારો આપ્યો હતો ત્યાર પછી અટલ બિહારી બાજપેયીએ તેમાં જય વિજ્ઞાન ઉમેર્યું હતું. વડાપ્રધાને આત્મ નિર્ભર ભારત પર જોર આપી જણાવ્યું હતું કે આત્મ નિર્ભર ભારત એ દરેક નાગરિકની, સમાજની, દરેક સરકારની ફરજ બને છે. આત્મ નિર્ભર ભારત એ કોઈ સરકારી એજન્ડા કે સરકારી કાર્યક્રમ નથી. તે સમાજનું જનઆંદોલન છે આપણે તેને આગળ વધારવાનું છે..