મારો અવાજ,
આજે 75મા અમૃત મહોત્સવની ઉજવણી થયી રહી છે ત્યારે રાજસ્થાનના જાલોર જિલ્લાના સુરાણા ગામના ઇન્દ્રકુમાર મેઘવાલ નામના 8વર્ષના બાળકનું જાતિવાદી શિક્ષકના માટલા માંથી પાણી પીવાના મુદ્દે ઢોર માર મારી મૃત્યુ નિપજાવવામાં આવ્યું છે ત્યારે દલિતો માટે આજે 75વર્ષના આઝાદ ભારતમાં અમૃત મહોત્સવ નહીં પણ *મૃત મહોત્સવ* માનવાઈ રહ્યો છે ત્રીજું ધોરણ ભણતા 8વર્ષના ઇન્દ્રકુમાર ને કયા ખબર હતી કે આઝાદ ભારતના અને કહેવાતા ઊંચ સવર્ણ જાતિના શિક્ષકના માટલાનું પાણી પીવાનું હજી પણ અધિકાર નથી કેવા પ્રકારનો બેરહેમી પૂર્વક માર મારવામાં આવ્યો હશે કે 23 દિવસ સુધી તે તરફડતો રહ્યો ને છેલ્લે મૃત્યુ પામ્યો રાજસ્થાનમાં અવારનવાર આવા અનેક પ્રકારના કિસ્સાઓ બન્યા રાખે છે પણ ત્યાંની કોંગ્રેસ સરકારના પેટનું પાણી પણ હલતું નથી 23 દિવસ સુધી બાળકને માર મારવાની ફરિયાદ નોંધવામાં નહોતી આવી મૃત્યુ પામ્યા બાદ તંત્ર ને પોલીસ વિભાગ દલિત સમાજ મા રોસ ફેલાયા બાદ દોડતું થયું કેવું કહેવાય કે અગર મારનાર મુસ્લિમ હોત ને મરનાર દલિત સિવાય અન્ય કોઈ જાતિ નો હિન્દૂ હોત તો આજે રાષ્ટ્રીય મુદ્દો બની જાત પણ ખેર ઇન્દ્રકુમાર કયા હિન્દૂ હતો એતો અછૂત જાતિ નો હતો તેના માટે રાષ્ટ્રીય નેતાઓ ક્યાંથી ટ્વિટ કરવાના આમ પણ દલિતો માટે પાણી નો સંઘર્ષ બહુ જૂનો છે બાબાસાહેબે ખુદ મહાડ સત્યાગ્રહ કરી પાણી પીવાના આંદોલનો કરેલા છે ત્યારે વારંવાર દલિતો સાથે બનતી બીનાઓ જેમાં ઘોડી પર ચઢવું વરઘોડો કાઢવો મૂછ રાખવી નામ પાછળ સિંહ લગાવવું ડીજે વગાડવું બુલેટ ચલાવવું સ્કૂલમાં હોશિયાર હોવું આ તમામ મુદ્દે અસંખ્ય વાર અત્યાચાર ના ભોગ બનેલા હજારો દલિતો હજી પણ ન્યાય માટે વલખા મારી રહ્યા છે. ત્યારે આજે 75મો આઝાદીનો અમૃત મહોત્સવ માનવવો કે મૃત મહોત્સવ દિવસ માનવવો ખેર ઇન્દ્રકુમાર મેઘવાલ ને ન્યાય મળે તે માટે આજે મેં SG હાઇવે પ્રહલાદ નગર ઓનેસ્ટ સર્કલ થી કર્ણાવતી ક્લબ, ઇસ્કોલ સર્કલ,રાજપથ ક્લબ,સિન્ધુભવન ક્રોસ રોડ,થલતેજ ગુરુદ્વારા બાદ થલતેજ મેટ્રો સર્કલ થી પાછા વળી પકવાન ચાર રસ્તા,ઇસ્કોન સર્કલ ,કર્ણાવતી ક્લબ થી પ્રહલાદનગર સર્કલ પર ટોટલ 14 કિલો મીટરની દોડ 1કલ્લાક ને 20મિનિટમાં પુરી કરી ઇન્દ્રકુમાર મેઘવાલના ખૂનીને 1મહિનામાં ફાંસીની સજા થાય તેના પરિવારને સરકારી નોકરી મળે તેમજ 50લાખ થી એક કરોડનું વળતર આપવામાં આવે તેવી માંગણી કરી એ છીએ સાથે રાજસ્થાનાં મુખ્યમંત્રી અશોક ગહેલોત રાજીનામું આપે તથા ગુજરાતના બની બેઠેલા દલિત નેતાઓ ભાજપ સરકારના રાજ્યમાં દલિત અત્યાચાર માટે જેમ અવાજ ઉઠાવે છે તેમ રાજસ્થાનના ઇન્દ્રકુમાર મેઘવાલ માટે પણ આવાજ બુલંદ કરે તેવી માંગ કરીએ છીએ
રાકેશ મહેરિયા..સામાજિક કાર્યકર અને આપ પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી.. મો8401191137