મારો અવાજ,
જૂનાગઢ: મેંદરડા ખાતે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ દલિત સમાજ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરી મહારેલી યોજી હતી. બે હજારથી વધુ દલિત સમાજના લોકો રેલીમાં ઉમટી પડ્યા હતા. બાદમાં મેંદરડા પટેલ સમાજ ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત દલિત સમાજની મહાસભા યોજાવામાં આવી હતી.દલિત યુવકની હત્યાને 17 દિવસ વિતવા છતાં આરોપીઓ પોલીસ પકડથી દૂર મહાસંમેલન સભામાં જીગ્નેશ મેવાણી, નૌસાદ સોલંકી સહિત પૂર્વ ધારાસભ્ય, દલિત આગેવાનો સહિત મોટી સંખ્યા દલિત સમાજ હજાર રહ્યો હતો.
મેંદરડાના ખીજડીયા ગામે જયસુખ ભાઈની હત્યાને આજે 17 દિવસ વિતી ગયા છતાં હજુ સુધી આરોપીઓ પોલીસ પકડથી દુર હોવાથી મેંદરડા ખાતે દલિત સમાજનું મહાસંમેલન યોજાયું હતું. હત્યાના બનાવથી ફરી આજરોજ મેંદરડા દલિત સમાજ લાલઘુમ જોવા મળી રહ્યો હતો. મેંદરડાના રાજમાર્ગો પર પરિવાર સાથે જયસુખભાઇના ફોટા, સૂત્રો સાથે ન્યાય આપવાની માંગણીઓ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
