મારો અવાજ,
ચાણસ્મા ખાતે આવેલું ફાટક ની બાજુમાં અતિપ્રાચીન ગોગા બાપજી નું મંદિર જેને શેષનારાયણ ભગવાન નું મંદિર કહેવાય છે આ મંદિર અતિ પ્રાચીન છે વર્ષો જુનુ મંદિર છે અતિ પ્રાચીન મૂર્તિ છે એના દર્શન કરવા માટે ચાણસ્મા અને આજુબાજુના વિસ્તારના લોકો આજે નાગપાંચમના દિવસે ફરજિયાત આવે છે.
આજે નાગપાંચમના દિવસે અહીં મોટો મેળો ભરાય છે લાખો લોકો દર્શનાર્થે આવે છે નાના ભૂલકાઓ માટે ચગડોળ રમકડા નાસ્તાના સ્ટોલો બને છે અને આજનો દિવસ આનંદથી પસાર કરે છે આજના દિવસે ચાણસ્માના નાગદેવતા દરેકના ઉપર એમની કૃપાદ્રષ્ટિ વરસાવે એવી આશા રાખીએ છીએ