મારો અવાજ,
ધરોઈ ડેમમાં સતત પાણીની આવક થતાં ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમા 36000 ક્યુસેક પાણી છોડતા ધરોઈ ગામના સ્થાનિક ખેડુતો પરેશાન.તેમણે ધરોઈ ડેમ પર જવાની ચેકપોસ્ટ પર ચક્કાજામ કર્યો
200 જેટલાં ખેડુતો રોડ ઉપર ઉતર્યા સ્થાનિક તંત્ર ને જન6 કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જાત ની વ્યવસ્થા કરવામાં આવી નથી
જિલ્લા સદસ્ય કુલદીપસિંહ ચૌહાણ ધરોઈ સરપંચ પતિ તાલુકા સદસ્ય સ્થળ પર દોડી આવ્યા
આજ રોજ સતલાસણા તાલુકાના ધરોઈ ડેમમાં પાણીની આવક વધી જતાં સાબરમતી નદીના પટમાં 36000ક્યુસેક જેટલું પાણી છોડયું હતુ જેના થી ધરોઈ વડાલી રોડ બંધ કરેલ છે પરંતુ સાબરકાંઠા અને મહેસાણા ને જોડતા આ માર્ગ પર આજુ બાજુ ના40 ગામોના લોકો નો આર્થિક સામાજીક વ્યવહાર જોડાયેલ હોય ધરોઈ ડેમ પર થી આવવાં જવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે વારંવાર રજુઆત કરવામાં આવી છે છતાં તંત્ર દ્વારા સ્થાનિક ખેડુતો માટે કોઈ જાત ની વ્યવસ્થા કરવામાં ના આવતાં ધરોઈ ગામ ના 200 જેટલાં ખેડુતો એ રસ્તો ચક્કા જામ કરેલ છે
સાબરમતી નદીના પટમાં પાણી છોડવા થી હાલ ડેમ ના નીચાણ વાળા વિસ્તાર ના ગામો ને એલર્ટ કરવામાં આવ્યાં હતાં ત્યારે ધરોઈ ગામ ના સ્થાનિકો ને સામાં કાંઠે ખેતરો આવેલા છે અને ધરોઈ ડેમની નીચે આવેલ રસ્તો પાણી વધારે હોવાથી બંધ કરાયેલ હોઇ સ્થાનિકો હાલ ચેકપોસ્ટ પર. ભેગા મળીને ચક્કા જામ કરેલ છે