સામાન્યતા: લોકોની એવી સમજ હોય છે કે પોલીસ સ્ટેશનમાં વિડીયો કે ફોટા લેવાની મનાઇ છે. પોલીસ પણ ઘણીવાર ફોન બહાર મુકાવડાવી દે, ફોટા લેવા ન દે.
મુંબઇ હાઇકોર્ટ ની નાગપુર બેન્ચ દ્વારા Criminal Appl (APL) 615, Ravindra Upadhyay V/S State of Maharashtra, તા. 26/7/2022 ના ચુકાદામાં સ્પષ્ટ કહ્યું છે કે ગુપ્તતા અધિનિયમ 1923 અનુસાર પોલીસ સ્ટેશન એ પ્રતિબંધિત વિસ્તાર (Prohibited Area) નથી, એટલે ત્યાંના કામકાજ નો વિડીયો, ફોટા લઈ શકાય છે.
(રેડિયો સ્ટેશન, આર્મી, નૌકાદળ, વાયુદળ, માઇન, માઇન ફિલ્ડ, ડોકયાર્ડ, જહાજ, એર ક્રાફટ આ બધા પ્રતિબંધિત વિસ્તારો છે)
માહિતી સ્ત્રોત : Pankti Jog Kirit Rathod
