મારો અવાજ,
સતલાસણા : ગુજરાતમાં આ વર્ષે ખુબ વરસાદ પડ્યો છે. જેના કારણે અનેક જળાશયો ભરાઈ છે. લોકો રજાના દિવસોમાં વિવિધ ડેમોના નજારાને જોવા ઉમટી રહ્યા છે. જો કે, ધરોઈ ડેમની મુલાકાત માટે જતા લોકો મોટા સમાચાર સામે આવ્યા છે. ધરોઈ ડેમની મુલાકાતે જતા પ્રવાસીઓએ માટે હવે તંત્ર દ્વારા વિઝિટીંગ પાસ ફરજિયાત કરાયા છે. જેથી ધરોઈ ડેમ જતા પ્રવાસી હવે પાસ વિના પ્રવેશ નહિ કરી શકે.
આ ઉપરાંત ધરોઈ ડેમમાં પ્રવાસે આવતા પ્રવાસી હવે માત્ર 15 મિનિટ ડેમની મુલાકાત લઈ શકશે. ડેમ પર પ્રવાસીઓનો ઘસારો વધતા સમયની મર્યાદા નક્કી કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. ડેમના પ્રવાશે આવતા દરેક પ્રવાસીને આ નિયમ પાડવા પડશે અને જો કોઈ આ નિયમ નહિ પાડે તો તેની સામે રૂ 1000 હજારની દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. ડેમની સુરક્ષાને ધ્યાને લઇ ધરોઈ ડેમ અધિકારીએ આ નિર્ણય લીધો છે.