મારો અવાજ,
સામાન્ય રીતે સાહસિક પ્રવૃતિઓ અને પર્વતારોહણ જેવા શોખથી દૂર રહેતા ગુજરાતીઓને હવે સાહસિક ગતિવિધિઓમાં પણ આગવું પ્રદર્શન કરી રહ્યા છે. જેના ભાગરૂપે યુવાનો પર્વતારોહણ તરફ આગળ વધી રહયા છે.
માઉન્ટ યુનમ હિમાચલના લાહૌલ વિસ્તારમાં લદ્દાખની સરહદની નજીક આવેલ ટ્રાન્સ હિમાલયન પર્વતમાળાનું 20,300 ફૂટ ઊંચું બર્ફીલુ શિખર છે. દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનની સાથે ભારે પવનનો સામનો કરી ગુજરાતના યુવાનોની ટીમે સફળતાપૂર્વક આરોહણ કરીને તેના પર તિરંગો લહેરાવ્યો છે.
આ દળ અમદાવાદથી 12મી ઓગસ્ટનાં દિવસે રવાના થયું હતું. આ પર્વતારોહણ કુલ 7 દિવસનું હતું જેમાં ઇન્વીન્સિબલ એન.જી.ઓની ટીમ પહેલા દિવસે મનાલી (5500 ફૂટ) પહોંચી જરૂરી તૈયારીઓ કરી હતી, ત્યારબાદ બીજા દિવસે ટીમ જિસ્પા પહોંચી હતી. ત્રીજા દિવસે ભરતપુર કેમ્પ સુધી પહોંચ્યા હતા અને એક્લીમેટાઇસેશન માટે ટાઇગર હિલનો ટ્રેક કર્યો હતો. ત્યાર બાદ એડવાન્સ કેમ્પ સુધી લોડ ફેરી કરીને સામાન પહોંચાડ્યો હતો.એડવાન્સ કેમ્પ પર પહોંચ્યા બાદ છેવટે પાંચમાં દિવસે રાત્રે 12 વાગે નીકળી 8 કલાક ની સતત ચઢાઈ બાદ તારીખ 19મી ઓગસ્ટ 2022 નાં સવારના 08:30 વાગ્યે ટીમના 15 સભ્યોએ માઉન્ટ યુનમ શિખર (20,300 ફૂટ) પર ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. સફળતાપૂર્વક આરોહણ પૂર્ણ કરીને આ દળ 21મી ઓગસ્ટનાં રોજ મનાલી બેઝકેમ્પ પર પરત આવી જતા પર્વતારોહકો અને ટ્રેકિંગ સાથે સંકળાયેલ લોકોમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું.
હેનીલ મોદી શરૂઆતથી ટ્રેકિંગ અને સાહસિક પ્રવૃતિઓમાં રસ ધરાવે છે.
આ પર્વતારોહણ એક્સપેડિશનનું આયોજન અમદાવાદ સ્થિત સંસ્થા ઇન્વિન્સીબલ (Invincible NGO) દ્વારા કરવામાં આવ્યું હતું. આ દળનું સિલેકશન જૂનમાં થયું હતું અને ત્યાર બાદ 60 દિવસની આકરી તાલીમ બાદ તેમને અંતિમ ચઢાણ માટે મોકલવામાં આવ્યા હતા.
પર્વતારોહણ વિશે
માઉન્ટ યુનમ હિમાચલ પ્રદેશમાં પીરપંજાલ શૃંખલા માં આવેલ 20,300 ફૂટ ઊંચું શિખર છે.
16 લોકોની ટીમમાંથી 15 લોકોએ સફળતાપૂર્વક આરોહણ કર્યું.
3 ગર્લ ટ્રેકરે પણ ભાગ લઈને સફળતા મેળવી છે.
દ્રઢ મનોબળ, આકરી શારીરિક તાલીમ અને અદભૂત ટીમ વર્ક ના કારણે સફળતા મળી.
તૈયારીઓ
છેલ્લા ત્રણ મહિનાથી તૈયારીઓ કરી રહ્યા હતા.
દરરોજ 5 કિમી નું રનીંગ, સામાન સાથે સીડીઓ ચઢ ઉતર ની પ્રેક્ટિસ અને યોગ પ્રાણાયામનો અભ્યાસ કરતા હતા.
ટ્રેકિંગ અને પર્વતારોહણ નો આગવો અનુભવ ધરાવતા પ્રતિસ્પર્ધીઓની પસંદગી કરવામાં આવી હતી.
મનાલી પહોંચ્યા બાદ એક દિવસ અને ઉપર બે દિવસ માટે પોતાની તાલીમ નો મહાવરો કર્યો.
હેનીલ મોદી એ આના પેહલા સપ્ટેમ્બર 2020 મા માઉન્ટ જગતસુખ શિખર 16,600 ફૂટ અને મે 2022 મા માઉન્ટ ફ્રેન્ડશીપ શિખર 17,350 ફુટ સર કરીને તિરંગો લહેરાવ્યો છે.