મારો અવાજ,
વડનગરના રહીશોને સુલીપુર રોડ પર તોરણીયા વડ નજીક અકસ્માત સર્જાયો હતો. જીપડાલા અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું. જ્યારે ચાર જણાને ઈજા પહોંચી હતી.વડનગર શહેરના અમતોલ દરવાજાના વાલ્મિકી વાસમાં રહેતા પ્રવીણભાઈ દેવાભાઈ અને અન્ય ચાર જણા શેખપુર ગામે હોટલમાં જમવા ગયા હતા.
જમીને પરત આવી રહ્યા હતા, ત્યારે સુલીપુર- વડનગર રોડ પર તોરણીયા વડ નજીક સામેથી આવી રહેલ જીપડાલા (જીજે 31ટી 1128)ના ચાલકે રિક્ષાને ટક્કર મારતાં રિક્ષા ફંગોળાઈને ચોકડીઓમાં પડી હતી અને અંદર બેઠેલા તમામને ઇજા પહોંચી હતી.
આસપાસના લોકોએ દોડી આવી 108 મારફતે ઘાયલોને વડનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં સોલંકી આકાશ સત્યકામભાઈ (વડનગર)ને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. જ્યારે પ્રવીણભાઈ વાલ્મિકી, પરમાર નયન હરગોવનભાઈ, ભોઈ જીતુભાઈ શંકરભાઈ અને ઠાકોર રજુજી હાથીજીને ઈજા પહોંચી હતી. વડનગર પોલીસે પ્રવીણભાઈ વાલ્મિકીની ફરિયાદ નોંધી હતી.