મારો અવાજ-પાલનપુર,
પાલનપુરમાં માલણ રોડ પર માથું ફાટી જાય તેવી બદબૂવાળી ડમ્પિંગસાઈટથી લોકો ત્રાહિમામ ૨૦ ગામોને જોડતા માર્ગ પર ફેલાયેલા ગંદકીના ગઢથી વાહન ચાલકોમાં ભારે રોષ
, પાલનપુરમાં માલણ રોડ પર આવેલી ઘન કચરો સંગ્રહ કરવાની ડંપિંગસાઈટઆ વિસ્તારના સ્થાનિકો માટે મુસીબતનો પહાડ બની છે . અહીં મોટા પ્રમાણમાં કચરાનો સંગ્રહ થવાના કારણે જગ્યા ન બચતા હાલ શહેરનો ઘન કચરો ૨૦ ગામને જોડતા પાકા ડામર રોડ પર ઠાલવવામાં આવી રહ્યો હોઇ રોડ પર ગંદકીનાઢગલાખડકાતા આ માર્ગ બંધ થઇ જવાથી વાહન ચાલકો અને લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે . પાલનપુરમાંડમ્પિંગસાઈટને લઈ સ્થાનિકો વર્ષોથી ત્રાહિમામ પોકારી રહ્યા છે . શહેરમાંથી એકત્ર કરાયેલા ઘન કચરાનાપહાડોખડકાયાછે . જેને લઈ વાતાવરણ બદબુદાર બનવાની સાથે જમીન પણ ખારાશવાળી બની ગઇ છે . તેમજ પારાવાર ગંદકીને કારણે અહીં લોકોને રહેવું પણ મુશ્કેલ બન્યું હોઈ આ ડંપિંગસાઈટ અહીં એકત્ર થયેલ ગંદકીનો નિકાલ કરવા સ્થાનિકોદ્રારા અવારનવાર નગરપાલિકામાં ઉગ્ર રજૂઆતો કરવા અને છતાં ગંદકીનો કોઈ નિકાલ કરવામાં ન આવતા હાલ ડંપિંગસાઈટકચરાથી ભરાઈ જતા શહેરમાંથી ડોર ટુ ડોર એકત્ર કરાયેલ ધન કચરો માલણ જતા ડામર રોડ પર ઠાલવવામાં આવી રહ્યો હોઇ ૨૦ જેટલા ગામોનો જોડતો માર્ગ બંધ થઈ જતા લોકોને પાલનપુરમાં આવવા જવા અન્ય માર્ગનો સહારો લેવો પડી રહ્યો છે . જો કે હાલ ચોમાસુ સિઝનને લઈ ડંપિંગસાઈટ પર ૫ ધરાવાર ગંદકીનું સામ્રાજ્ય છવાયું હોય માથું ફાડી નાખે તેવી બદબુ અને મચ્છરોનો ઉપદ્રવ વધતા લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે . લોકોના આરોગ્ય સુખાકારી માટે પાલીકાતંત્ર માલણ રોડ ખુલ્લો કરવામાં આવે તેવી માંગ ઉઠીછે . જગ્યાના અભાવે રોડ પર કચરો ઠલવાઇ રહ્યો છે પર ડંપિંગસાઈટ કચરાનોસમયાંતરે નિકાલ ન થતા અહીંયાગંદકીના મોટા પહાડ પ હાડખડકાયા છે . જેને કારણે ટ્રેકટર જેવા વાહન કચરાના ઢગ પર ન ચડી શકતા તેમજ જગ્યાના ભાવે કચરો જાહેર રોડ પર ઠાલવવામાં આવતા રોડ બંધ થઈ ગયો છે .અહેવાલ-શોએબ બેલીમ-પાલનપુર