મારો અવાજ,
બનાસકાંઠાના પાલનપુરમાં વકીલ હિતમાં પ્રોટેકશન એક્ટ લાવવામાં આવે તે માટે વકીલ બાર એસોિયેશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.
સુરતના યુવા વકીલ મેહુલ ભાઇ બોઘરા પર ગેરકાયદેસર રીતે ટીઆરબીના સુપરવાઇઝરે પોલીસની મદદગારીથી હૂમલો કર્યો હતો.તે માટે સમગ્ર ગુજરાતના વકીલો વિરોધ દર્શાવી રહ્યા છે. તે અંતર્ગત પાલનપુર વકીલ બાર એસોિયેશનના દ્વારા પણ આવેદન આપી ન્યાયની માંગ કરવામાં આવી. આરોપીએ વકીલને ગંભીર ઇજાઓ પહોંચાડીને વકીલોની ગરીમાને ઠેસ પહોંચાડેલી. તેથી આરોપીને તાત્કાલિક ધોરણે ડિસમિસ કરવા માંગ કરી. વકીલ હિતમાં પ્રોટેક્શન એક્ટ લાવવામાં આવે અર્થે પાલનપુર વકીલ બાર એસસિયેશનના દ્વારા 300 વકીલોની રેલી કોર્ટ થી કલેક્ટર કચેરી સુધી જઈ આવેદન પત્ર આપ્યું હતું. ઈજાગ્રસ્ત વકીલને ન્યાય મળે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન આપવામાં આવ્યું. કલેકટરે પણ તેમને ન્યાય મળશે તેવું જણાવી સાંત્વના આપી હતી.અહેવાલ-શોએબ બેલીમ, પાલનપુર