મારો અવાજ,
બનાસકાંઠાના સુપ્રસિદ્ધ મીની દ્વારકાથી ઓળખાતા વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા ખાતે ધરણીધર ભગવાના જન્મદિવસ નિમિત્તે (510000 ) રૂપિયાનો ગાયોને ઘાસ ચારો નાખવામાં આવ્યો હતો. તેમાં પાપડી ગોળ જેવી પણ વસ્તુ નાખવામાં આવી હતી. ગામ લોકો સાથે મળીને ગાયોને લંપી વાયરસથી બચાવવા માટે મહેનત કરી રહ્યા છે. છેલ્લા દસ દિવસથી ભાગ લઇ રહ્યા ઢીમા ગામના યુવાનોએ આ સેવાના કાર્યમાં ભાગ લીધો હતો. રાજપુત ગોવિંદભાઈ, ભુપતભાઈ રાજપુત, ઢેમેચા જેમલભાઈ, માળી ભરતભાઈ ઢેમેચા બાબુભાઈ ભુવાજી, ઢેમેચા દિલીપભાઈ, ઢેમેચા હિતેશભાઈ
ઢેમેચા જયદીપ ભાઈ, ઢેમેચા ભરતભાઇ, ઢેમેચા જયંતીભાઈ તથા પટેલ રમેશ ભાઈએ તેમાં સહકાર આપ્યો હતો..
અહેવાલ વિજય સોની ઢીમા