મારો અવાજ,
ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે મહેસાણા જિલ્લાના 27 ગામોમાં એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં દર 2 કલાકે સાબરમતી નદીમાં 20 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.ધરોઈ ડેમમાં હજુ જો જળસ્તર વધે તો 1 લાખ ક્યુસેક સુધી પાણી છોડાઈ શકે છે.
ધરોઇ ડેમમાં હાલ 88.47 ટકા પાણીનો જથ્થો છે, તેમજ હાલ ડેમમાં પ્રતિ સેકન્ડ 66506 ક્યુસેક પાણીની આવક અને જાવક થઈ રહી છે.હાલની જળ સપાટી 619.02 ફુટ રૂલ લેવલ પર છે જેના કારણે ધરોઈ ડેમના 6 ગેટ 8. ફૂટ ખોલવાના આવ્યા છે..જ્યારે કુલ સપાટી 622 ફુટથી માત્ર અઢી ફુટ દુર છે.
ધરોઈ ડેમની સપાટી વધતા એલર્ટ
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ધરોઈ ડેમની સપાટી વધી રહી છે.ડેમમાં વરસાદી પાણીની આવક વધતા હાલ પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જેના કારણે નીચાણવાળા કાંઠા વિસ્તારના ગામોને ધરોઈ ડેમ કાર્યપાલક ઇજનેર દ્વારા એલર્ટ () આપવામાં આવ્યુ છે.તમને જણાવી દઈએ કે ,રાજસ્થાનમાં ભારે વરસાદ ને પગલે ડેમમાં પાણીની આવક વધી છે.