મારો અવાજ,
સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેબાન છે. ત્યારે બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ ભરાઈ જવાની પૂર્ણ શક્યતાઓ છે. જિલ્લા ફ્લડ કન્ટ્રોલ વિભાગ તરફથી મળતી માહિતી મુજબ 5 વર્ષ બાદ આ ડેમ છલકાશે. જોકે ઉપરવાસમાં પડતા ભારે વરસાદ થી બનાસનદીમાં પાણીનો મોટો પ્રવાહ ઘસમસતો ડેમમાં ઠલવાઇ રહ્યો છે. જોકે આ ભયજનક સ્થિતિમાં દાંતીવાડા મામલતદારે એલર્ટ જાહેર કર્યું છે અને નદી પટમાં જતા લોકોને અટકાવવા જાહેર ચેતવણી જાહેર કરી છે.
સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખુશીની લહેર વચ્ચે દાંતીવાડા ડેમ ખાતેથી પાણીનાં વધામણાં કરીને ડેમ પરથી એક દરવાજો ખોલીને ૫૦૦૦ ક્યુસેક પાણી બનાસ નદીમાં છોડવામાં આવી રહ્યું છે..!!
બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમનું લેવલ 599.60 ફૂટે પહોચ્યું, દરવાજા ખોલવાની શક્યતા. ડેમમાં પાણીની આવક વધતા સિંચાઈના વિકલ્પોથી તમામ સીઝનમાં ખેડૂતોને જરૂર મુજબ પાણી મળશે. અને જિલ્લાના પાણીની સમસ્યાનું નિરાકરણ આવશે..