મારો અવાજ,
ચાણસ્મા તાલુકાના કારોડામાં આવેલ ગોળપાનુ તળાવ ઓવરફ્લો થતાં પાણી ગામમાં ઘુસ્યા…
હાલમાં ચાલી રહેલા વરસાદથી કારોડા ગામની બાજુમાં આવેલ ગોળપાના તળાવ ઓવરફ્લો થતાં પાણી ગામમાં ઘુસી ગયા હતા. કારોડા ગામની શાળામાં પણ પાણી ઘુસી ગયા. આચાર્ય જોડે ટેલિફોનિક વાત થતાં તેમને જણાવ્યું હતું કે આજે શાળામાં પાણી ઘુસી ગયેલ જેની જ અધિકારીઓને કરેલ અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે વિદ્યાર્થીઓને શાળામાં બોલાવેલ નથી. જે સુરક્ષાના કારણસર કરવામાં આવેલો નિર્ણય હતો. ગામમાં લોકોના ઘરોમાં પણ પાણી ઘુસી ગયા હોવાનું સ્થાનિકોએ જણાવેલ. ખેતરોમાં પણ અતિશય પાણી ભરાઈ ગયા હોવાથી ખેડૂતોને પારાવાર નુકસાન થવાની ભીતિ છે. હાલમાં તલાટીઓની હડતાળ હોવાના કારણે ગામમાં સુરક્ષાનું કોઈ કાર્ય થઈ શકતું નથી. આ બાબતે તાલુકા વિકાસ અધિકારીએ પણ તપાસ કરી સુરક્ષાનાં પગલાં લેવાની જરૂર છે. ચાણસ્મા મામલતદારે આ વિસ્તારની મુલાકાત લઇ સુરક્ષાના પગલાંરૂપે અધિકારીઓને મુકવાની જરૂર છે તેવું ગામના પ્રજાનું કહેવું છે. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની સરપંચે પણ કાળજી રાખવી જરૂરી છે.