મારો અવાજ,
ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં 20 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં હજુ પણ જળસ્તર વધે તો 1 લાખ ક્યુસેક સુધીનું પાણી છોડાઈ શકે છે.
ડેમમાં હાલ 88.47 ટકા પાણીનો જથ્થો છે, અને 23534 ક્યુસેક પાણી જાવક થઈ રહી છે.હાલની જળ સપાટી 619.02 ફુટ રૂલ લેવલ પર છે. જેના કારણે ધરોઈ ડેમના 4 ગેટ 4. ફૂટ ખોલવામાં આવ્યા છે. .જ્યારે કુલ સપાટી 622 ફુટથી માત્ર અઢી ફુટ દુર છે.