મારો અવાજ,
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ગુજરાતના ડેમ છલકાયા છે. જેને લઈને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે સાબરમતી નદીમાં પણ ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા ખેડા તાલુકાના નદી કિનારે આવેલ ગામડા પથાપુરા, વારસંગ, રઢુ, રસિકપુરા, નાની કલોલી , મોટી કલોલી, ગોકળ પુરા, સહિતના ગામડાઓમાં પુરના પાણી ઘૂસ્યા છે. વળી એમાં ખેડા તાલુકાના પથાપુરા ગામમાં તો જ્યા જુઓ ત્યા પાણી જ પાણી છે. એટલું જ નહીં નદીમાં ભરપૂર માત્રામાં પાણી આવતા ખેતરો બેટમાં ફેરવાયા છે અને આશરે 2000 વીઘાથી વધારે ખેતરોના પાકને નુકસાન થવાની શક્યતા વર્તાઈ રહી છે.
પુરને પગલે ખેડા તાલુકાનું કલોલી ગામનો સીમ વિસ્તાર બેટમાં ફેરવાયો છે. ત્યારે અસરગ્રસ્ત વિસ્તારમાં સ્થાનિક ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, મામલતદાર, પ્રાંત અધિકારી, તલાટી પ્હોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.