મારો અવાજ,
મહેસાણા જિલ્લાના ખાંભેલ ગામે વરસાદી પાણી ભરાયા..60-70 ઘર પાણીમાંવિધાર્થીઓને શાળાએ જવાની તકલબેચરાજીના ખાંભેલ ગામમાં ઘૂંટણસમા પાણી ભરાયા, 70 મકાનોમાં પાણી ઘૂસતા લોકોની મુશ્કેલી વધી
બેચરાજી તાલુકામાં આવેલા ખાભેંલ ગામાં બેટમાં ફેરવાયું
મહેસાણા જિલ્લામાં આવેલા બેચરાજી તાલુકાના છેવાળાના ગામમાં વરસાદી પાણી ભરાઈ જતા ગામ લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે ખાભેલ ગામમાં પણ પાણી ફરી વળતા 70 જેટલા મકાનોમાં પાણી ઘુસી જતા જન જીવન ઠપ થઈ ગયું છે.
ખાભેલ ગામમાં પડેલા વરસાદને કારણે નજીક આવેલા બે તળાવ ઓવરફ્લો થઈ જતા ગામમાં પાણી ફરી વળ્યા હતા. જેમાં 70 જેટલા મકાનોમાં 4 ફૂટ જેટલા પાણી તેમજ ગામમાં પણ ચારેબાજુ પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે.વિધાર્થીઓને શાળાએ જવાની તકલીફ પડે છે..
ગામની ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. ત્યારે જે લોકોના ઘરમાં અને ઘરની બહાર ઢીંચણસમા અને કેડસમા પાણી ભરાઈ રહેલા છે એ લોકોને ગામમાં આવવા માટે પલળીને ગામમાં આવું પડે છે. ત્યારે પાણી ભરાવાના કારણે ગામમાં આવવા જવા માટે માત્ર ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે.
ખાંભેલ ગામ 3,000ની વસ્તી ધરાવતું ગામ છે. તેમ જ ગામમાં પડેલા વરસાદને કારણે ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ત્યારે ગામમાં આવેલા 60 થી 70 મકાનો હાલમાં પાણીમાં જોવા મળી રહ્યા છે. ત્યારે મકાનોમાં રહેતા પરિવારોને રોજગાર ,અભ્યાસ અને નિયમિત કામકાજ જવા માટે પણ સમસ્યા ઊભી થઈ છે. ત્યારે ગામની મહિલાઓ માથે ડેગડા મૂકી કેડસમા પાણીમાં થઈ પીવાનું પાણી ભરતી પણ જોવા મળી રહી છે ત્યારે આ વરસાદી પાણી છેલ્લા દસ દિવસ સુધી આજ પરિસ્થિતિમાં રહેશે તેવું ગામ લોકો જણાવી રહ્યા છે