મારો અવાજ,
પાર્ટીની હેડ ઓફિસ ચંદેરીયા ખાતે એક બેઠક રાખવામાં આવી હતી. બેઠકમાં ધારાસભ્ય અને મુખ્ય સંયોજક છોટુ વસાવા, બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા સહિત ગુજરાત રાજ્યની વિવિધ વિધાનસભા સીટોના વિસ્તારમાં કામ કરતા બીટીપી અને બીટીએસના કાર્યકરો અને હોદેદારો હાજર રહ્યા હતા. આ બેઠકમાં ચૂંટણી અંગે રણનીતિ અને ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી. ફાઇનલ નામ બીટીપીની પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થશે. આ પ્રસંગે રાજ્યભરના બીટીપીના આગેવાનો અને કાર્યકરોને છોટુભાઈ અને મહેશભાઈએ સંબોધન કર્યું હતું અને ચૂંટણીના કામે લાગી જોવાની હાંકલ કરી હતી.
છોટુભાઈ વસાવાએ તેમના મૂળ અંદાજમાં દેશની અન્ય રાજકીય રાજકીય પાર્ટીઓને લલકારતા કહ્યુ હતુ કે, બીટીપી નાની પાર્ટી છે એવો ફાંકો રાખવાવાળા સમજી લે કે આખા દેશની ચૂંટણીમાં બીટીપી ભાગ લેશે. ગુજરાતમાં અંબાજીથી ઉમરગામની આદિવાસી સીટો પર નહીં, તમામ બેઠકો પર ચૂંટણી લડાવી શકે છે. આજે આ ચૂંટણી સંદર્ભે જ બેઠક હતી. આદિવાસીઓ સત્તામાં ન આવે તેવી વાત મગજમાં હોય તો કાઢી નાખજો. આદિવાસીઓ સત્તામાં પણ આવશે અને કુદરતી સંપત્તિ પણ બચાવશે. જે ચોર સરકારો અને પાર્ટીઓ છે, જે આ કુદરતી ખનીજ સંપત્તિની ચોરી કરે છે તેમને પણ ચેતી જવા જેવું છે. કારણ કે, આદિવાસી સમાજને જે પાર્ટીઓ લૂંટી રહી છે તેમને આદિવાસી સમાજ છોડાશે નહીં.” આ સાથે છોટુભાઈએ ચૂંટણીમાં જીતનો દાવો પણ કર્યો હતો.
“આદિવાસીઓ સત્તામાં ન આવે તેવી વાત મગજમાં હોય તો કાઢી નાખજો. આદિવાસીઓ સત્તામાં પણ આવશે અને કુદરતી સંપત્તિ પણ બચાવશે. જે ચોર સરકારો અને પાર્ટીઓ છે, જે આ કુદરતી ખનીજ સંપત્તિની ચોરી કરે છે તેમને પણ ચેતી જવા જેવું છે. કારણ કે, આદિવાસી સમાજને જે પાર્ટીઓ લૂંટી રહી છે તેમને આદિવાસી સમાજ છોડાશે નહીં.”